News Portal...

Breaking News :

ડાકોરમાં ૧૫૧ મણ અન્નકૂટ પ્રસાદની લૂંટની પરમ્પરા

2024-11-01 21:18:41
ડાકોરમાં ૧૫૧ મણ અન્નકૂટ પ્રસાદની લૂંટની પરમ્પરા


ડાકોર:સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે વર્ષોથી દિવાળીના બીજા દિવસે કે નવા વર્ષે ભગવાન રાજા રણછોડજીને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. 


આ પ્રસાદનો મંદિરમાં પહાડ બનાવાય છે, જેને બાદમાં લૂંટ ચલાવાય છે. વર્ષો જૂની આ પંરપરા હજુ પણ યથાવત છે.આ પ્રથામાં સૌપ્રથમ ભગવાનની સમક્ષ ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવે છે. અન્નકૂટમાં ભગવાનને બુંદી, ભાત અને અલગ-અલગ અનેક મીઠાઈનો પ્રસાદ ધરવામાં આવે છે. આ પછી મંદિરના દ્વાર ખોલતાની સાથે આમંત્રિત કરેલા નજીકના 85 ગામના લોકો અન્નકૂટ લૂંટીને જતા રહે છે.


યાત્રાધામ ડાકોર ખાતે નવ વર્ષના પહેલા દિવસે રાજસ્તાનના શ્રીનાથજીની જેમ ડાકોરના ઠાકોરને 151 મણનો અન્નકૂટ ધરવામાં આવે છે અને આ પ્રસાદને લૂંટવા માટે 85 ગામના લોકોને આમંત્રણ આપવામાં આવે છે. ભગવાન રાજા રણછોડની વહેલી સવારે મંગળા આરતી કર્યા બાદ ભગવાનનું કેસર સ્નાન કરાવવામાં આવે છે. આ પછી ભગવાનને શણગાર કરાય છે. જેમાં ભગવાનનું મંદિર બપોરના સમયે બંધ કરીને અંદરના ભાગે ભગવાનનું સન્મુખ સેવકો દ્વારા અન્નકૂટ પીરસવામાં આવે છે, ડાકોર ખાતે આ પ્રથા વર્ષોથી યથાવત છે.

Reporter: admin

Related Post