નવી દિલ્હી : ભારતે દેશની કંપનીઓને ચીનમાંથી સસ્તી આયાતથી બચાવવા માટે પાંચ વર્ષ માટે ગ્લાસ મિરર્સ અને સેલોફેન ટ્રાન્સપરન્ટ ફિલ્મો સહિત પાંચ ચીની પ્રોડક્ટ્સ પર એન્ટિ-ડમ્પિંગ ડયૂટી લાદી છે.
ચીનમાંથી સસ્તા ભાવે આયાત કરવામાં આવતા આઇસોપ્રોપીલ આલ્કોહોલ, સલ્ફર બ્લેક, સેલોફેન ટ્રાન્સપરન્ટ ફિલ્મ, થર્મોપ્લાસ્ટીક પોલીયુરેથીન અને ફ્રેમલેસ ગ્લાસ મિરર્સ પર આ ડયુટી લાદવામાં આવી છે.આ સામાન ચીનથી સામાન્ય કરતાં ઓછી કિંમતે આયાત કરવામાં આવી રહ્યો હતો.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સએ પાંચ અલગ-અલગ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે આ ડયૂટી પાંચ વર્ષના સમયગાળા માટે લાદવામાં આવશે.સરકારે તબીબી અને ઔદ્યોગિક ઉપયોગ માટે આઇસોપ્રોપીલ આલ્કોહોલ પર વિવિધ ચીની કંપનીઓ પર પ્રતિ ટન ૮૨ ડોલર અને ૨૧૭ ડોલર પ્રતિ ટન ડયુટી લાદી છે.
Reporter: admin