દિલ્હી :ભારતીય વાયુસેનાના વડા એપી સિંહે શુક્રવારે કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા ભારતીય જેટ વિમાનોને તોડી પાડવાના દાવા માત્ર પરીકથાઓ છે.
જો તેમની પાસે કોઈ પુરાવા હોય તો તેમણે એ બતાવવા જોઈએ. ભારતે તેમનાં પાંચ લડાકુ વિમાનોને તોડી પાડ્યાં છે, જેમાં F-16 અને J-17નો સમાવેશ થાય છે.'ઓપરેશન સિંદૂર' અંગે એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું, "ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 300 કિમી સુધી ઘૂસીને હુમલો કર્યો. પહેલગ હુમલા પછી અમે નક્કી કર્યું કે તેમને કિંમત ચૂકવવી પડશે. સેનાને છૂટ આપવામાં આવી હતી. અમે ચોકસાઈથી હુમલો કર્યો. બાદમાં પાકિસ્તાન પોતે પણ યુદ્ધવિરામ માટે સંમત થયું.શ્રીગંગાનગરમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું, જેમ ભારતે ઓપરેશન સિંદૂર 1.0 દરમિયાન સંયમ રાખ્યો હતો.
એમ આ વખતે ભારત એ સંયમ રાખશે નહીં. આ વખતે અમે વધુ કાર્યવાહી કરીશું અને અમે એવી કાર્યવાહી કરીશું કે પાકિસ્તાનને પુનર્વિચાર કરવો પડશે કે તે આ ભૂગોળમાં રહેવા માગે છે કે નહીં.જો પાકિસ્તાન વિશ્વમાં પોતાનું સ્થાન સ્થાપિત કરવા માગે છે તો તેણે આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવું પડશે. આર્મી ચીફે સૈનિકોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા કહ્યું અને જો ભગવાન ઈચ્છશે તો તેમને ટૂંક સમયમાં આ તક મળશે. આર્મી ચીફ શુક્રવારે સવારે રાજસ્થાનના ઘડસાણા ગામ 22 એમડી સ્થિત આર્મી કેન્ટોનમેન્ટ પહોંચ્યા હતા.
Reporter: admin







