News Portal...

Breaking News :

ભારતે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે દુર્વ્યવહાર થવા અંગે ચિંતા વ્યક્ત કરી

2025-02-08 10:14:29
ભારતે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે દુર્વ્યવહાર થવા અંગે ચિંતા વ્યક્ત કરી


દિલ્હી : અમેરિકાએ વધુ 487 લોકોને ભારત મોકલવાની તૈયારી શરૂ કરી છે.ત્યારે ભારત સરકારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે દુર્વ્યવહાર થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. 


વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે, ભારતે અમેરિકી સરકારને સ્પષ્ટ કર્યું છે કે દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથે કોઈપણ અમાનવીય વર્તન સહન કરવામાં આવશે નહીં. જો આવા કોઈ દુર્વ્યવહારની જાણ થશે તો ભારત તાત્કાલિક તે મુદ્દાને હાઈ લેવલે ઉઠાવશે.વિદેશ સચિવે ગેરકાયદેસર સ્થળાંતરને પ્રોત્સાહન આપતી ગેંગ અને નેટવર્ક સામે નક્કર કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને જણાવ્યું કે, ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપતા ઇકોસિસ્ટમ સામે પગલાં લેવાની જરૂર છે.


ગેરકાયદેસર ઇમિગ્રેશન એક ગંભીર મુદ્દો છે, જે બંને દેશોની સુરક્ષા અને કાનૂની વ્યવસ્થાને અસર કરે છે. ભારત અને અમેરિકા બંને દેશો ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા માટે સહકાર આપી રહ્યા છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપતા નેટવર્ક સામે કાર્યવાહી કરી રહ્યા છે.

Reporter: admin

Related Post