જાણીતી રેટિંગ એજન્સી મૂડીઝે ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત ગણાવી છે. રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૪માં ભારત એશિયા- પેસિફિક ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી અર્થ વ્યવસ્થા બની રહેશે.
મૂડીઝ રેટિંગ્સે એશિયા- પેસિફિક ક્ષેત્ર માટે બીજા અર્ધવર્ષ ના ક્રેડિટ આઉટલુક પર જારી કરેલા તેના અહેવાલમાં જણાવ્યું છે કે ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને ભારત વૃદ્ધિમાં મોખરે રહેશે. આ દેશો વધતી જતી નિકાસ, સ્થાનિક માંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારી ખર્ચને કારણે પ્રી-કોવિડ વૃદ્ધિના આંકડાને પાછળ રાખવાનું ચાલુ રાખશે.રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ‘ભારત ગયા વર્ષની સમાન સ્થાનિક ગતિ જાળવી રાખીને આ ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે.'
અમે સામાન્ય ચૂંટણીઓ પછી નીતિની સાતત્ય અને ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવા પર સતત ધ્યાન આપવાની અપેક્ષા રાખીએ છીએ. મૂડીઝે કહ્યું કે મજબૂત કોર્પોરેટ ડેટ સ્કેલ અને આકર્ષક વેલ્યુએશનને કારણે ભારત અને આસિયાન દેશોની અર્થવ્યવસ્થા તંદુરસ્ત રહેવાની અપેક્ષા છે પ્રવાહની શક્યતા છે.રેટિંગ એજન્સીએ ગયા મહિને અનુમાન લગાવ્યું હતું કે ચૂંટણી પછીની નીતિ સાતત્યના આધારે ભારત આ વર્ષે ૬.૮ ટકાના દરે વૃદ્ધિ કરશે.
Reporter: News Plus