મુંબઈ : સ્ટેબલકોઈન્સના સ્વીકારમાં વધારા સાથે નાણાંકીય લેતીદેતીના વ્યવહારમાં ક્રિપ્ટોકરન્સીઝનો ઉપયોગ કરતા ટોચના દસ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
સ્ટેબલકોઈન્સ એક એવા પ્રકારની ક્રિપ્ટોસ છે જેનું મૂલ્ય વધુ પડતું સ્થિર રહે છે. દેશમાં રિટેલ પ્રવૃત્તિમાં વધારાને કારણે પણ ક્રિપ્ટોમાં વ્યવહાર કરવાનું વધી ગયાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.ભારતના લાખો વપરાશકારો બચત, સરહદપાર નાણાં ટ્રાન્સફર કરવા તથા રોજબરોજના નાણાંકીય વ્યવહારમાં ડિજિટલ એસેટસ પર આધાર રાખવા લાગ્યા છે જેને કારણે ક્રિપ્ટોસનો વ્યવહાર કરતા ટોચના દસ દેશોમાં ભારત નવમા સ્થાને જોવા ંમળી રહ્યું છે.સ્ટેબલકોઈન્સ જે એક સમયે ટ્રેડરો માટે વિશિષ્ટ પ્રોડકટ માનવામાં આવતા હતા તે હવે ડિજિટલ ફાઈનાન્સનું પાયાનું ઘટક બની ગયું છે.
જુલાઈ ૨૦૨૫માં તેનું વૈશ્વિક વ્યવહાર વોલ્યુમ વિક્રમી સપાટીએ જોવા મળ્યું હતું. રેમિટેન્સિસ, મરચંટ પેમેન્ટસ, સરહદપાર પતાવટ અને પેરોલમાં ક્રિપ્ટોસની ભૂમિકા વધવા લાગતા તેનો ઉપયોગ વધી રહ્યો છે. નિયમનકારી યંત્રણાની ગેરહાજરીમાં પણ ભારત ક્રિપ્ટોસના વપરાશમાં સારી કામગીરી દર્શાવી રહ્યું છે. પ્રથમ દસમાં સ્થાન મેળવવાનો અર્થ ડિજિટલ ફાઈનાન્સમાં ભારત વૈશ્વિક બળ બનવાનો અવકાશ ધરાવે છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ક્રિપ્ટોકરન્સીઝના વપરાશમાં સિંગાપુર તથા અમેરિકા ટોચના સ્થાને છે. સિંગાપુરમાં નિયમનકારી સ્પષ્ટતા, લાઈસન્સિંગ માળખા તથા વૈશ્વિક સંસ્થાકીય પ્રભાવને કારણે ક્રિપ્ટોસના વ્યવહારમાં વધારો થયો છે.
Reporter: admin







