વડોદરા શહેરમાં ગોત્રી સેવાસી રોડ ઉપર વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી ચાલી રહી છે સારી વાત કહેવાય કામગીરી કરી રહ્યું છે પરંતુ જે રીતના રોડ ઉપર ખાલી કામ ચાલુ છે એના બોર્ડ મારી દેવા શક્ય નથી

જેથી વોર્ડ નંબર 10 ના કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદયાની માંગ છે કે ડાયવર્ઝનના બોર્ડ લગાડવામાં આવે જેથી અકસ્માતના બનાવો ના બને જેમાં આવતા જતા વાહન ચાલકોને ખબર પડે કામગીરી ચાલુ હોવાથી ડાયવર્ઝન અપાયું છે.

વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ઘણા સમયથી ગોત્રી સેવાસી રોડ પર કામગીરી હાથ ધરવામાં આવી છે પણ આવતા જતા લોકોને હેરાનગતિ અને અકસ્માતનો ભોગ ના બનવું પડે તે હેતુસર વોર્ડ નં 10 વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદયા માગ કરી છે કે વહેલામાં વહેલી તકે ડાયવર્ઝનના બોર્ડ લગાડવામાં આવે.

Reporter: admin







