નવી દિલ્હી: ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. દેશની આ સફળતાને કારણે દુશ્મનોનો પરસેવો છૂટી જવાનો છે.
આજે મંગળવારે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (DRDO) ઓડિશાના દરિયાકિનારે ચાંદીપુરની ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી (ITR) લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલનું પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું હતું.
સંરક્ષણ ક્ષેત્રે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. વિશ્વના શક્તિશાળી દેશો પણ ભારતના સંરક્ષણ ઉપકરણોના વખાણ કરી રહ્યા છે. આ જ ક્રમમાં ભારતે આજે વધુ એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે.
Reporter: admin