માંજલપુર વોર્ડ ૧૮ આવેલ મુખ્ય ટી.પી રોડ અલવા નાકાથી, બાહુબલી સર્કલ થી રેલ્વે ટ્રેક સુધીનો ડિવાઈડર ની અધુરી કામગીરી.

ચાર મહિના થઈ ગયા અધુરી છોડીને જતા રહ્યા છે ડિવાઈડરની અંદર માટી પુરાણ કરવી જોઈએ અને તેની અંદર તેને સુશોભિત કરીને ફૂલ છોડ વાવા જોઈએ પણ કોર્પોરેશન અને વહીવટી તંત્ર દ્વારા અધૂરી કામ છોડી આજે આ જગ્યા ડમ્પિંગ સ્ટેશન બની ગયું છે એવું લાગી રહ્યું છે, કચરો, એથવાડો હોવાના કારણે રખડતા ઢોરો કુતરાઓ ખાવા માટે ઊભા રહે છે જેના કારણે અવારનવાર આ રોડ પર એક્સિડન્ટ અને અકસ્માતો થતા રહે છે

કામગીરી અધૂરી તો અધૂરી તેમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ડીવાઈડરમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર છે, માત્ર ત્રણ ચાર મહિનામાં ડીવાઈડર તૂટ્યા, મોટી તીરાડો પડી છે, સીમેન્ટ ઉખડી ગયું છે, વડોદરા શહેરના વેરાના અને ટેક્સના પૈસાનો વેડફાટ હંમેશા ની માફક દરેક કામગીરીમાં થઈ રહ્યો છે.કોર્પોરેશનને સ્થાનિક નાગરિકોને સાથે રાખી ટકોર કરી આવનાર સમયમાં આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે અને તો આગામી દિવસોમાં આંદોલન કરીશું



Reporter: admin







