અમદાવાદ: વિદેશથી એમડી ડ્રગ્સ, ચરસ અને ગાંજાની દાણચોરીની ઘટના બની છે અને રમકડાંની આડમાં આ કૃત્ય કરવામાં આવી રહ્યું હતું.
અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મોટી કાર્યવાહી કરતાં લગભગ 3.45 કરોડની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશથી પાર્સલની આડમાં ઓનલાઇન મંગાવેલું ડ્રગ્સ ફોરેન પોસ્ટ ઓફિસથી ઝડપી પાડ્યું હતું. ઉલ્લેખનીય છે અગાઉ પણ ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનની મદદથી ઓનલાઈન મંગાવવામાં આવતા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર હોળી ધૂળેટીના તહેવારોના ટાળે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએનને મદદથી વિદેશથી ઓનલાઇન ડ્રગ્સ મંગાવવામાં આવી રહ્યું છે. જેને લઇને ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ કુરિયર પહોંચ્યા હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડી તપાસ કરતાં આ કુરિયરમાં રમકડાંની આડમાં સંતાડેલું 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.
Reporter: admin