સીડની : ઓસ્ટ્રેલિયાનાં ન્યૂસાઉથ વેલ્સ રાજ્યમાં મુખ્ય શહેર સીડનીમાં ૪૦ વર્ષના એક દર્દીને હૃદય રોગનો હુમલો થયા પછી તેનું કુદરતી હૃદય દૂર કરી મીકેનિકલ તેવું કૃત્રિમ હૃદય ગોઠવી તબીબોએ જીવતદાન આપ્યું છે.
આ કૃત્રિમ હૃદય ગોઠવ્યા પછી ૧૦૦ દિવસ સુધી તેને હોસ્પિટલમાં રખાયો હતો અને તેની તબિયત પર પૂરી નજર રાખવામાં આવી હતી. ૧૦૦ દિવસ સુધી કૃત્રિમ હૃદય સાથે તે જીવતો રહ્યો તે પછી તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. તબીબી ક્ષેત્રે માનવીએ હાથ કરેલી આ અદ્ભૂત સિદ્ધી છે.આ પૂર્વે પણ અમેરિકામાં પાંચ વ્યક્તિઓએ કૃત્રિમ હૃદય બેસાડવામાં આવ્યાં હતાં. તેઓ હજી પણ જીવંત છે.સીડનીની સેન્ટ વિન્ચેન્ટ હોસ્પિટલમાં ૨૨ નવેમ્બર ૨૦૨૪ના દિન દાખલ કરાયો હતો. પછી સેન્ટવિન્ચેન્ટ હોસ્પીટલમાં દાખલ કરાયો.
ડૉ. પૌલ ઝાન્ઝેની ટીમે છ કલાક સુધી મહેનત કરી આ કૃત્રિમ હૃદય ગોઠવ્યું છે.આ કૃત્રિમ હૃદય મેગ્નેટિક લેવીટેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ કૃત્રિમ હૃદય ક્વીન્સ બન્કના ડૉ. ડેનિયલ ટીમ્સે બનાવ્યું છે. તેમાં રોટરી બ્લડ પમ્પ છે. જે માનવનાં કુદરતી હૃદયની જેમ જ રક્તપ્રવાહ સતત રાખ્યા કરે છે. હૃદય રોગના છેલ્લા તબક્કામાં પહોંચી ગયેલા દર્દીઓ માટે તે ઇશ્વરી આશિર્વાદ સમાન છે. તે લોહીનું પમ્પીંગ કુદરતી હૃદયની જેમ જ કરે છે.
Reporter: admin