સાવલી નગરમાં ઘણા સમયથી બિસ્માર હાલતમાં રોડ રસ્તા હોય જેના કારણે નગરજનોને આ રસ્તાને લઇ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો.

જેના કારણે નગરજનો સુખાકારી માટે આજે સાવલી નગરમાં દામાજીના ડેરાથી ડિલાઇટ સ્ટોર સુધીનો નવીન રોડ બનાવી દેવામાં આવ્યો હતો .ત્યારે લોકાર્પણ માટે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે લોકાર્પણ કર્યું હતું. સાવલીમાં પડતી પ્રાથમિક જરૂરિયાતો જેવું કે પાણી. ગટર લાઈટની સુવિધાઓ નગરજનોને મળી રહે અને રોડ તથા તળાવનું બ્યુટીફિકેશન થાયતેવુ સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું.

સાવલીના નગરજનોને કોઈપણ પ્રાથમિક સુવિધાનો અભાવ ન રહે તે માટે સાવલી નગરપાલિકાના હોદ્દેદારોને તથા કોર્પોરેટરોને ધ્યાન રાખવા જણાવ્યું હતું. સાવલીમાં વિકાસ કામો માટે વિરોધ પક્ષ પણ સાથે છે તેવું જણાવ્યું હતું.વિકાસના કામોમાં નગરજનો પણ સાથે રહે અને વિકાસના કામો આગળ વધતા રહે તેવું જણાવ્યું હતું. સાવલીમાં નવીન બનેલ ફ્રુટ માર્કેટમાં વેપારીઓએ પોતાનો ધંધો ચાલુ કરવા જણાવ્યું હતું. હજુ પણ આવનારા સમયમાં વિકાસના કામો હરણફાળ ગતિએ ચાલશે.

Reporter: admin







