News Portal...

Breaking News :

PC&PNDT અધિનિયમ હેઠળ ગ્રાન્ડ મરક્યુરી સૂર્યા પેલેસ ખાતે કાર્યશાળાનું ઉદ્ઘાટન

2025-02-08 18:37:11
PC&PNDT અધિનિયમ હેઠળ ગ્રાન્ડ મરક્યુરી સૂર્યા પેલેસ ખાતે કાર્યશાળાનું ઉદ્ઘાટન


વડોદરા જિલ્લા માં PC&PNDT અધિનિયમ હેઠળ ગ્રાન્ડ મરક્યુરી સૂર્યા પેલેસ ખાતે કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું, જેનો ઉદ્દેશ્ય જાગૃતિ વધારવો અને અધિનિયમની અસરકારક અમલવણી સુનિશ્ચિત કરવો હતો. 


સત્ર દરમિયાન, અધિનિયમની વાટાઘાટો, હેતુઓ અને કડક અમલ માટેની વિગતો આપવામાં આવી. સાથે જ, એક ઑનલાઇન પોર્ટલ અંગે માહિતગાર કરવામાં આવ્યું, જે અનુકૂલન સુનિશ્ચિત કરવા અને નિયમન પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે રચાયેલ છે. બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનના મૂલ્યોને ધ્યાનમાં રાખીને, આ કાર્યશાળાએ દીકરીઓના હકો, તેમની સુરક્ષા અને સમૃદ્ધ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પગલાંઓ ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો. 


આ કાર્યક્રમમાં IMA વડોદરાના પ્રમુખ ડૉ miteshbhai shah ,BOGS વડોદરાના પ્રમુખ  ડૉ. અર્ચના દ્વિવેદી, GMERS વડોદરાના ગાયનેક ડિપાર્ટમેન્ટ ના HOD ડૉ. આશિષ શાહ ,જિલ્લા પંચાયત વડોદરાના CDHO ડૉ. મીનાક્ષીબેન ચૌહાણ, જમનાબાઈ હોસ્પિટના CDMO ડૉ. જિજ્ઞાબેન નાયક અને ડૉ. નીરજ દેસાઈ ની વિશેષ ઉપસ્થિતિ હતી.

Reporter: admin

Related Post