News Portal...

Breaking News :

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યકાર્મનો શુભારંભ

2025-06-26 18:06:50
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યકાર્મનો શુભારંભ


આજથી ગુજરાત રાજ્યમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી તે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની કુલ – ૪૯ શાળાઓમાં પ્રથમ દિવસે પ્રવેશોત્સવની ભવ્ય શરૂઆત કરવામાં આવી. 


રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા પદાધિકારી અને અધિકારી દ્વારા વડોદરા શહેરની વિવિધ શાળાઓની મુલાકાત લઈને શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું ખુબ જ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. આજે પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લએ મહર્ષિ અરવિંદ પ્રા. શાળા (સવાર-બપોર)ની મુલાકાત લઈને બાલવાડી તથા બાલવાટિકાના બાળકોને શાળામાં આવકાર્યા હતા. તેઓ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષશ્રી મિનેશભાઇ પંડ્યા તથા સ્થાનિક કાઉન્સિલરઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના પ્રથમ નાગરિક – મેયર પીન્કીબેન સોનીએ કેળવણીકાર ગીજુભાઈ બધેકા પ્રા. શાળા (સવાર-બપોર) માં ઉપસ્થિત રહીને પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. વડોદરા શહેરના સાંસદ ડૉ. હમાંગ જોષી દ્વારા વીર સાવરકર પ્રા. શાળા (સવાર-બપોર) માં પ્રવેશપાત્ર બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓની સાથે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિધભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ જયપ્રકાશ સોની અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાના ઉપાધ્યક્ષશ્રી અંજનાબેન ઠક્કરમાં સરસ્વતી પ્રા. શાળા (સવાર-બપોર) માં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વડોદરા શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ અને શહેર ભાજપા મહામંત્રી રાકેશભાઈ સેવક મહારાણી શાંતાદેવી પ્રા શાળા, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડીયા પંડિત દીનદયાળ પ્રા. શાળા (સવાર-બપોર), અકોટા વિધાનસભાના ધારાસભ્યશ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને શાસક પક્ષના નેતા શ્રી મનોજભાઈ પટેલ કવિ દયારામ પ્રા શાળા તથા ડૉ. હેડગેવાર પ્રા. શાળા, વડોદરા મહાનગર પાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી કવિ દુલાકાગ પ્રા. શાળા, ડે.મેયર ચિરાગભાઈ બારોટ અને શહેર ભાજપા મહામંત્રી જશવંતસિંહ સોલંકી સરદારસિંહ રાણા પ્રા. શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીએ કવિ પ્રેમાનંદ પ્રા શાળા (સવાર-બપોર), કમિશનરશ્રી (ICDS), ગુજરાત રણજીતકુમાર સિંઘે ડૉ. સી વી રામન પ્રા શાળા (સવાર–બપોર), નાણા વિભાગ, ગુજારાતના ઉપસચિવ કીર્તિ એ ચૌહાણે સ્વામી વિવેકાનંદ પ્રા. શાળા (સવાર-બપોર), સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાતના ઉપસચિવ અંકિતા મોદીએ ડૉ. શ્યામા પ્રાસાદ મુખર્જી પ્રા. શાળા (સવાર-બપોર), સમગ્ર શિક્ષા, ગુજરાતના સચિવ શિલ્પાબેન પટેલે પુષ્ટિ પ્રા. શાળા (તરસાલી), વડોદરા શહેરના કમિશનરશ્રી અરુણ મહેશ બાબુએ માં ભારતી પ્રા. શાળા માં ઉપસ્થિત રહી બાળકોનું સ્વાગત કર્યું હતું.  



આ ઉપરાંત વડોદરા શહેરના અન્ય મહાનુભાવોએ વિવિધ શાળાઓમાં હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત કવિ પ્રેમાનંદ પ્રા. શાળામાં યુનાઇટેડ વે ઑફ બરોડા તરફથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ 6 થી 8 ની દીકરીઓ માટે "આત્મશક્તિ – સ્વરક્ષા, સ્વબળે" નામના સ્વસુરક્ષા તાલીમ કાર્યક્રમનો આરંભ ગુજરાત રાજ્યનાઅધિક મુખ્ય સચિવશ્રી કમલ દયાણીના હસ્તે કરવામાં આવ્યો. આ કાર્યક્રમનો પાયલટ પ્રોજેક્ટ તરીકે પાંચ શાળાઓમાં અમલ કરવામાં આવશે. જેમાં દીકરીઓને આધુનિક અને જરૂરી સ્વસુરક્ષા કળાઓ શીખવવામાં આવશે જેથી તેઓ આપતકાલીન પરિસ્થિતિમાં પોતાની જાતને સુરક્ષિત રાખી શકે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ નીચે મુજબની શાળાઓમાં શરુ થનાર છે.

 ૧) ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી કન્યા પ્રાથમિક શાળા, બાબાજી ૨૬
૨) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન કન્યા પ્રાથમિક શાળા, સયાજીગંજ ૪૧
૩) કવિ પ્રેમાનંદ કન્યા પ્રાથમિક શાળા, વાડી ૩૨
૪) ડૉ. કલ્પના ચાવલા પ્રાથમિક શાળા, છાણી ગામ
૫) વીર સાવરકર કન્યા પ્રાથમિક શાળા, સયાજીગંજ ૧૭
શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા સૂચવવામાં આવ્યા મુજબ આજના પ્રથમ દિવસે તમામ શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ની ઉપસ્થિત મહાનુભાવોની અધ્યક્ષતામાં મીટીંગ કરવામાં આવી હતી, જેમાં શાળાની પ્રગતિ માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રવેશોત્સવમાં પ્રથમ દિવસે બાલવાડીમાં અંદાજીત ૧૨૪૫ બાળકોએ, બાલવાટિકામાં અંદાજીત ૨૦૨૧ બાળકોએ અને ધોરણ ૧ થી ૮ માં અંદાજીત ૯૨૪ બાળકોને વિવિધ મહાનુભાવોના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો, જે આ બાળકો માટે જીવનભરનું સંભારણું બની રહ્યું હતું.

Reporter:

Related Post