સરકારી યોજનાઓના લાભથી વંચિત અને છેવાડાના લાભાર્થીને તેનો લાભ મળી રહે તે માટે વડોદરા જિલ્લા વહીવટીતંત્ર અને દીપક ફાઉન્ડેશન વચ્ચે બિન નાણાકીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર અને “સંગાથ રથ” નો ઉદ્દઘાટન સમારોહ.
દીપક ગ્રુપ ઓફ કંપનીઝના કોર્પોરેટ સામાજિક જવાબદારી (સી. એસ.આર.) દ્વારા સમર્થિત અને દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકારણ વડોદરા, ૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ આયોજિત સમારોહમાં વડોદરા જિલ્લાના માનનીય કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એ. શાહ દ્વારા વડોદરા જિલ્લા વહીવટીતંત્ર અને દીપક ફાઉન્ડેશન, વડોદરા વચ્ચે બિન નાણાકીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર અને “સંગાથ રથ”નું ઉદ્દઘાટન હાથ ધરવામાં આવ્યું હતું. આ નવીન પહેલ દીપક ગ્રુપ ઓફ કંપનીઝની કોર્પોરેટ સામાજિક જવાબદારી (સી.એસ.આર.) દ્વારા સમર્થિત અને દીપક ફાઉન્ડેશન દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી.સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ લોકોને સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો લાભ મળી રહે તે માટે રચાયેલ આ “સંગાથ રથ”, નંદેસરી વિસ્તાર ખાતે આવેલા ૧૨ ગામડાઓના રહેવાસીઓને તેની સેવાઓ પૂરી પાડશે. દીપક ફાઉન્ડેશન એ ૧૯૮૨થી સ્થપાયેલ એક સામાજિક સંસ્થા છે, જે સર્વગ્રાહી વિકાસ માટે વંચિત અને પહોંચ બહારના સમુદાયો સુધી તેઓના સશક્તિકરણ કરવા માટે ભારતના પાંચ રાજ્યોમાં કાર્યરત છે. ફાઉન્ડેશન વડોદરા જિલ્લાના નંદેસરી વિસ્તાર અને સાવલી તાલુકાના ગામોમાં સરકારી યોજનાઓ વિશે જાગૃતતા અને તેની સેવાઓની પહોંચ વધારવાનું કામ પ્રોજેક્ટ “સંગાથ”ના ભાગરૂપે કરી રહેલ છે.વર્ષ ૨૦૨૦ થી શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં નીચે મુજબ સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટેની અરજીઓની સુવિધા લોકોને પૂરી પાડવામાં આવેલ છે જેમાથી અંદાજિત ૯૦% જેટલી અરજીઓને સરકારના જુદા જુદા વિભાગો દ્વારા મંજૂર કરવામાં આવી છે.
અરજીઓ (લાખ) લાભ મડેલ અરજીઓ (લાખ) કન્વર્જન્સ / ફાળવણી (રકમ કરોડ રૂપિયામાં )
ભારતભર ૩.૯૦ ૩.૫૦ ૫૯૬૬
ગુજરાત રાજ્ય ૨.૫૦ ૨.૨૫ ૩૭૩૩
વડોદરા જિલ્લા ૧.૦૫ ૧.૦૦ ૧૩૨૬ આ પ્રસંગે બી. એ. શાહ એ ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારી યોજનાઓની જાગૃતિ અને તેને મેળવવા માટે સુલભતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. બીજલ શાહએ આ સી. એસ.આર. પહેલ દ્વારા દીપક ગ્રુપ ઓફ કંપનીઝના સક્રિય અભિગમની પ્રશંસા કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ અભિગમ સમુદાયો માટે ખુબજ મૂલ્યવાન બની રહેશે. વધુમાં શાહ એ દીપક ફાઉન્ડેશનને વડોદરા જિલ્લામાં “સંગાથ” પ્રોજેકટના ઉત્કૃષ્ટ અમલીકરણ માટે પ્રશંસા પ્રમાણપત્ર પણ એનાયત કર્યું હતું. આ કાર્યક્રમમાં, વરિષ્ઠ નિવૃત આઈ. એ. એસ. અધિકારી એ. એમ. તિવારીજી, વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા (આઇએએસ), દીપક ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી દીપક મહેતા અને અન્ય ટ્રસ્ટીઓ ઇલા મહેતા, ડૉ. રિધ્ધી મહેતા અને ડૉ. રુચિ મહેતા, વડોદરા જિલ્લાના અન્ય સરકારી અધિકારીઓ તથા પ્રતિનિધિઓ, વડોદરા અને સાવલી તાલુકામાંથી ઉપસ્થિત સરકારી અધિકારીઓ, દીપક ગ્રુપ ઓફ કંપનીઝના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ અને ગામોના સરપંચશ્રીઓ, દીપક ફાઉન્ડેશનના નિયામક ડૉ. જાઈ પવાર, રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગના વડા સ્મિતા મણિયાર અને ફાઉન્ડેશનના અન્ય કર્મચારીગણ તેમજ “સંગાથ” પ્રોજેકટના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક લોકોએ આ નવીન પહેલ માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.
Reporter: admin