News Portal...

Breaking News :

વડોદરામાં ભાજપના વિવિધ જૂથોમાં વધેલા આંતરકલહને કારણે મહિલા મહિલા મુકાશે, પૂર્વ સાંસદ રંજનબેન ભ

2025-01-10 16:45:33
વડોદરામાં ભાજપના વિવિધ જૂથોમાં વધેલા આંતરકલહને કારણે મહિલા મહિલા મુકાશે, પૂર્વ સાંસદ રંજનબેન ભ


ગાંધીનગરઃ ગુજરાત ભાજપમાં જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખોના નામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. દિલ્હીથી મોટા ભાગના નામ પર મહોર મારી દેવામાં આવી છે. 


પરંતુ સુરત, રાજકોટ અને વડોદરામાં ભાજપના વિવિધ જૂથોમાં વધેલા આંતરકલહને કારણે મહિલાને તક આપવામાં આવી શકે છે.સૂત્રો મુજબ, આ ત્રણ શહેરમાં ભાજપમાં ચાલતા જૂથવાદને ઠારવા માટે મોવડી મંડળ વચલા રસ્તા તરીકે મહિલા નેતાને પ્રમુખ પદ આપી શકે છે.આ ત્રણ શહેરમાં કોના નામ છે ચર્ચામાં વડોદરામાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર ડૉ.જિગિશા શેઠને તક મળી શકે છે. રાજકોટમાં પૂર્વ મેયર રહી ચૂકેલા બીના આચાર્ય તથા રક્ષા બોળિયા રેસમાં છે. 


સુરતમાં શહેર પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ અને પૂર્વ મેયર હેમારી બોઘાવાલાનું નામ ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના કહેવા મુજબ, માત્ર બાયોડેટા આપી ગેયલા નેતાઓમાંથી જ નવા પ્રમુખની પસંદગી કરવી તેવું જરૂરી નથી. સરપ્રાઇઝ એન્ટ્રી પણ થઈ શકે છે. આ કારણોસર તાજેતરમાં ગુજરાતના નેતાઓની દિલ્હીમાં બેઠક થઈ હતી અને શહેર પ્રમુખના નામની ચર્ચા કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post