વડોદરા: કારેલીબાગની સોસાયટીમાં બાથરુમમાં આવેડ પડી જતા બેહોરા બની સારવાર જવાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગોરવા ગામે ચક્કર આવતા સીડી પરથી વૃદ્ધા પડી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કારેલીબાગની સંતરામ પાર્ક સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષના અલ્પેશ વિનોદચંદ્ર પટેલ ગત રાત્રે ૧૨ વાગ્યે પોતાના બાથરુમમાં ગયા હતા ત્યારે બહાર નીકળતી વખતે પડી જતા બેહોશ બની ગયા હતા. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોરવા ગામના બાલુ વાળંદ ફળિયામાં રહેતા ૬૧ વર્ષના પુષ્પાબેન કનુભાઈ લીંબાચીયા ગતરાત્રે ૧૧ વાગ્યા બાદ પોતાના દાદર પરથી ઉતરતા હતા ત્યારે ચક્કર આવતા પડી જવાથી ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Reporter: admin