વડોદરા : બેફામ કાર ચાલક અર્પિત પટેલે ટ્રાફિક પોલીસ જવાન અજીત સિંહ ઉદેસિંહને ઉડાવ્યો હતો,હિટ એન્ડ રનની ઘટનાનાં શોકિંગ સીસીટીવી પણ સામે આવ્યા હતા.
સમા તળાવ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં વેમાલી ગામ નાં કાર ચાલક અર્પિત પટેલ કાર હંકારી રહ્યો હતો.બેફામ કાર ચાલક ટ્રાફિક સિગ્નલ તોડીને ભાગ્યો હતો જેથી અજીત સિંહે તેને રોકતા અર્પિત તેના પર પોતાની કાર ચડાવી દઈ ફરાર થઈ ગયો હતો,જોકે પોલીસે ગણતરીનાં કલાકોમાં કાર ચાલક અર્પિત પટેલને તેના ઘરે થી ઝડપી લીધો હતો.
અર્પિત વ્યવસાયે ખેડુત છે, અને જે કાર ચલાવતો હતો તે પણ પોતાની છે, અર્પિત નશો કર્યો હતો કે કેમ તેની સમા પોલીસે તપાસ હાથ ધરી છે.ઈજાગ્રસ્ત અજીતસિંહની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તેમને હાથે અને પગે ફ્રેકચર થયા છે.
Reporter: admin