છેલ્લા 10-15 દિવસ દરમ્યાન લારી ગલ્લા ઉપાડી ગયેલ છે તે દંડ વસૂલ કર્યા વગર પરત આપવા ડેપ્યુટી કમિશન હસમુખ પ્રજાપતિને રજૂઆત કરવામાં પરંતુ ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિએ બે દિવસ પછી લેખિતમાં જવાબ આપીશું તેવું જણાવ્યું હતું.
લારી ગલ્લા વાળાની લારી ગલ્લા તથા ચીજ વસ્તુઓને થયેલ નુકસાનનું વળતર આપવું.વડોદરા શહેરના દરેક લારી ગલ્લા ધારકને લાયન્સ આપવું. તેમજ દરેક લારી ગલ્લા વાળા વિરૂદ્ધ બિનજરૂરી અને કાયદાની પ્રક્રિયા કર્યા સિવાય કોઈ પણ કાર્યવાહી કરવી નહી.
સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 તથા શેરી ફેરિયા નિયમોનું અમલવારી કરાવવાની માંગણી કરાઈ હતી.જેની રજૂઆત પણ અગાઉ કરવામાં આવી હતી તેનું નિરાકરણ હજુ સુધી લેખિતમાં આવ્યું નથી જેને લઈને ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિ ની ઓફિસની બહાર લારી ગ્રાહકો જવાબ માટે બેસી ધરણા કર્યા હતા.
Reporter: admin