News Portal...

Breaking News :

ઉત્તરાયણમાં પોલીસ પ્રશાસન દ્વારા રિક્ષા પર બેનર લગાવી સાવચેત રહેવા અપીલ

2025-01-12 15:16:26
ઉત્તરાયણમાં પોલીસ પ્રશાસન દ્વારા રિક્ષા પર બેનર લગાવી સાવચેત રહેવા અપીલ


વડોદરા:  શહેર પોલીસ દ્વારા ઉત્તરાયણમાં સુરક્ષાની જાગૃતિ માટે અલગ અલગ પ્રકારના ઝુંબેશ કરવામા આવ્યા છે.


હાલ પોલીસ પ્રશાસન દ્વારા રિક્ષા પર બેનર લગાવી લોકોને સાવચેત રહેવા અપીલ કરતી હોય છે.જેમકે વાહન ચાલક પોતાની સેફ્ટી રાખે, સાથે સાથે ચાઇનીઝ ટુકકલ, ચાઇનીઝ દોરી તથા કાચ વાળી દોરીનો ઉપયોગ કરવો નહિ.


જે અંતર્ગત લાઇટના થાંભલા પર થી પતંગ ના ઉતારવી જોઈએ. જેથી કોઇને કરંટ ના લાગે. નાના બાળકોને ઢાબા પરથી પડે નહી તેવુ વાલીઓને ધ્યાન આપવુ જોઈએ. હાલ પોલીસ પ્રશાસન દ્વારા લોકોને અપીલ કરી રહી છે.

Reporter: admin

Related Post