વડોદરાના અટલાદરા પાદરા રોડ ઉપર ભાયલી મુકામે બનેલ ધર્મ મંગલ પાર્શ્વ વિહાર જૈન તીર્થના આંગણે આજે ૬૧ રજતની લાઈવ પ્રતિમા અવતરણનો કાર્યક્રમ આખા ગુજરાતમાં પ્રથમવાર યોજાયો છે

એમ યુનિવર્સિટીના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણિતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. આજે સવારે સંસ્કૃતિ પાર્ટી પ્લોટ પાસે થી ઉગ્ર વિહાર કરી પધારેલ જૈનાચાર્ય મહાપદમસુરી તથા આચાર્ય મહાધર્મ સુરી મહારાજ , આચાર્ય પદમરત્નસુરી તથા સાધ્વી ભવ્યરત્નાજી મહારાજનું વાજતેગાજતે સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મ્રુદુલાબેન શાંતીલાલ વૈદ્ય પરીવારના શ્રેયસભાઈ વૈદ્ય તરફ થી પધારેલ સહુની નવકારશીનો કાર્યક્રમ યોજાયો હતો.

દરમિયાનમાં આચાર્ય પદમજયસુરી મહારાજે જણાવ્યું કે મારી પાસે શરૂઆતમાં બે ત્રણ ચાંદીની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનાવવા માટે ની વિનંતી આવી હતી પછી મેં ટહેલ નાખતા આશ્ચર્યજનક રીતે ૬૧ લોકો ચાંદી ની મુર્તિ ભરાવવા તૈયાર થયા આ એક ઐતિહાસિક રેકોર્ડ છે જેમાં એક સાથે એક જ મંડપ માં એક જ દિવસે મુર્તીનું લાઈવ અવતરણ યોજાયું હતું એમ દીપકભાઈ શાહે જણાવ્યું હતું.આ આખા પ્રોગ્રામનું સંચાલન કરવા સુરતના સુવિખ્યાત અંકુર શાહ જૈનમ ગ્રુપ પાર્ટી સાથે પધાર્યા હતા. અને વડોદરાના બધા જૈન સંઘોના અગ્રણીઓ અજયભાઈ લાલી, વિકાસ શાહ સહિત મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા એમ આચાર્ય મહાપદમસુરી એ જણાવ્યું હતું.








Reporter: admin