News Portal...

Breaking News :

બે કરોડ સદસ્યતા અભિયાનમાં બુદ્ધિનું ભોપાળું બહાર આવ્યું

2024-10-19 11:32:33
બે કરોડ સદસ્યતા અભિયાનમાં બુદ્ધિનું ભોપાળું બહાર આવ્યું


અમદાવાદ : ભાજપનું સદસ્યતા અભિયાન જ્યારથી શરૂ થયું છે ત્યારથી ભાજપ નું બુદ્ધિ નું ભોપાળું બહાર આવ્યું છે.


આ પહેલાં વિદ્યાર્થીઓને સભ્ય બનાવ્યા, મીડિયા વ્યક્તિઓ ને પણ સભ્ય બનાવ્યા બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ હવે રાજકોટમાં દર્દીઓને સભ્ય બનાવવમાં આવતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો એક દર્દીએ ઉતારી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો મોટો પર્દાફાશ થયો છે. આ સમગ્ર ઘટના એક કમલેશ ઠુમ્મર નામના દર્દીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. વાત જાણે એમ છે કે જૂનાગઢમાં ખલીલપુર રોડ પર રહેતા કમેશભાઇ ઠુમ્મર મોતિયો ઉતરાવવા માટે રાજકોટ ખાતે આવેલી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં તેમને હોસ્પિટલના જનરલ વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આ વોર્ડમાં 300થી વધુ દર્દીઓ હતા. 


આ દરમિયાન રાત્રે 11 વાગ્યાની આસપાસ એક યુવક આવીને બધાને વારાફરતી ઉઠાડીને મોબાઇલ નંબર માંગવા લાગ્યો હતો. મને લાગ્યું કે આ કોઇ હોસ્પિટલનો સ્ટાફ હશે. પરંતુ થોડીવાર પછી મારા નંબર પર ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો મેસેજ આવતાં મને ખબર પડી. આ દરમિયાન આ યુવક બીજા દર્દીને ઉઠાડીને નંબર પૂછી રહ્યો હતો ત્યારે મેં ચૂપચાપ છાનામાન ખબર ન પડે એ રીતે વીડિયો બનાવી લીધો હતો. આ યુવકે એક પછી એક 200થી વધુ દર્દીઓને ભાજપના સભ્ય બનાવ્યા હતા. આ વખતે સત્તા પર હોવા છતાંય સભ્ય નોંધતા ભાજપને આંખે પાણી આવ્યું છે. મોટા ઉપાડે બે કરોડનો ટાર્ગેટ અપાયો છે પણ આ સદસ્યતા અભિયાને ભાજપની લોકપ્રિયતા કેટલી છે તેની વાસ્તવિકતા છતી કરી દીધી છે. સભ્ય નોંધણીને મોળો પ્રતિસાદ મળ્યો છે.  ખુદ ભાજપમાં જ ગણગણાટ છે કે, ભાજપને ભરતી મેળો પણ નડ્યો છે.

Reporter: admin

Related Post