ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જેમ ગરમી વધી છે તેમ શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.જેના કારણે ગૃહિણીઓનુ બેજટ ખોરવાયુ છે.લીલા શાકભાજીના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે,આ સાથે વડોદરા ના એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી હતી.રીંગણ, ફુલાવર, વાલોર,મરચા,કારેલા, કોથમીરના 50-60 રૂ કીલો બજારમાં મળી રહી છે,તો લીંબુ, ચોળી, આદુ, કારેલા, ગુવાર, ટીંડોળાના ભાવ 80-130 રૂ કીલો જોવા મળ્યો છે,આદુનો ભાવ 120 થી વધીને 200 રૂ કીલો,લીંબુનો ભાવ 120 થી વધીને 200 રૂ કીલો થયો છે,હોલસેલમાં 30 રૂ કિલો મળતા બટાકા 40 રૂપિયા પર પહોચ્યા છે.
Reporter: News Plus