શહેરના 4 દરવાજા વિસ્તાર આખો દિવસ લોકો અને વાહનોથી ધમધમતો રહે છે, આ વિસ્તારમાં બજાર, બેંક અને મંદિરોના કારણે લોકોની સતત અવર-જવર રહેતી હોય છે. જેથી પોલીસ દ્વારા સાંજના 5-30 થી 7-30 વાગ્યા દરમિયાન ચાર દરવાજા વિસ્તારમાં રિક્ષાઓ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે આ પ્રતિબંધની અમલવારી કરવામાં આવતી નથી અને પ્રતિબંધિત 2 કલાકમાં પણ ચાર દરવાજા વિસ્તારમાં રિક્ષાઓની અવર-જવર થતી જોવા મળે છે.
જૂના વડોદરા તરીકે ઓળખાતા ચાર દરવાજા વિસ્તારમાં શહેરનું મુખ્ય બજાર આવેલું છે. આ ઉપરાંત વિસ્તારમાં બેંક ઓફ બરોડાની મુખ્ય ઓફિસ અને અનેક મંદિરો આવેલાં છે. જેને કારણ ચાર દરવાજા વિસ્તારમાં લોકોની સતત અવર-જવર રહેતી હોય છે. શહેર બહારથી પણ લોકો મંગળ બજારમાં ખરીદી કરવા માટે આવતા હોય છે. જેથી આ વિસ્તાર આખો દિવસ લોકોથી ધમધમતો રહેતો હોય છે. જેથી પોલીસ દ્વારા જાહરેનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં 4 દરવાજા વિસ્તારમાં સાંજના 5 થી 8 કલાક દરમિયાન રિક્ષા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે આ જાહેરનામાની અમલવારી થતી નથી. પ્રતિબંધિત સમયે રિક્ષાઓની અવર-જવર થતી હોય છે. આ ઉપરાંત બેંક રોડ પર રિક્ષાના પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. બીજી તરફ પોલીસ દ્વારા આ અંગે દંડનીય કાર્યવાહી કરાય છે છતાં રિક્ષા ચાલકો વિસ્તારની ગલીઓમાંથી પ્રતિબંધિત સમયે અવર-જવર કરતા રહે છે, જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે
ચાર દરવાજા વિસ્તારમાં સાંજના 2 કલાક માટે પોલીસ કમિશનરનું જાહેરનામું છે કે રિક્ષા તે સમયે ન પ્રવેશ કરે, જેથી આ સમય દરમિયાન જો કોઈ પણ રિક્ષા પ્રવેશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને રિક્ષાને ડિટેઈન પણ કરવામાં આવે છે. આ બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. આર.બી. ચૌહાણ, સિટી પીઆઈ
Reporter: News Plus