News Portal...

Breaking News :

રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિમાં તા.૨૯ ઓગસ્ટ ગુરૂવારે મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત ઓન

2024-08-27 21:49:55
રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિમાં તા.૨૯ ઓગસ્ટ ગુરૂવારે મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત ઓન


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ગુરૂવાર ૨૯ ઓગસ્ટે યોજાશે નહી.  


રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને તા. ૨૯ ઓગસ્ટ ગુરૂવારે યોજાનારો મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ તેમજ જિલ્લા કક્ષાએ યોજવામાં આવતો જિલ્લા સ્વાગત મુલતવી રાખવામાં આવ્યો છે. ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત ગુરુવાર તા. ૨૯ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 


પરંતુ હાલની ભારે વરસાદની પરિસ્થિતિના કારણે આ રાજ્ય અને જિલ્લા સ્વાગત મુલતવી રાખવામાં આવ્યા છે.સૌ સંબંધિતોને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીના જન સંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.    

Reporter: admin

Related Post