News Portal...

Breaking News :

વડોદરાના માંજલપુર વિસ્તારમાં લોકોના જીવ બચાવવા દોડતી એમ્બ્યુલન્સે જ એક વ્યક્તિને અડફેટે લઇ હોસ્પિટલ પહોંચાડ્યો.

2024-07-17 18:22:48
વડોદરાના માંજલપુર વિસ્તારમાં લોકોના જીવ બચાવવા દોડતી એમ્બ્યુલન્સે જ એક વ્યક્તિને અડફેટે લઇ હોસ્પિટલ પહોંચાડ્યો.


અકસ્માતના સમયે તાત્કાલિક દોડી આવતી 108 એમ્બ્યુલન્સએ જ એક વ્યક્તિને ઉડાવ્યો. વડોદરાના 66 વર્ષીય વૃદ્ધને પુરપાટ ઝડપે દોડતી એમ્બ્યુલન્સે અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. વૃદ્ધ હાલ ICUમાં સારવાર લઇ રહ્યા છે.જયારે આ મામલે તેમના પુત્રએ પોલીસ ફરિયાદ કરતા માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.



લોકોના જીવ બચાવનાર એમ્બ્યુલન્સ જ જયારે કોઈના અકસ્માતનો કારણ બને તો નવાઈ લાગે. પણ આવો જ એક તાજો દાખલો વડોદરાના માંજલપુર વિસ્તારથી સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા.૧૫/૦૭/૨૦૨૪ના રોજ માંજલપુર વિસ્તારમાં રહેતા 66 વર્ષીય ભુપેન્દ્રભાઈ સરસ્વતીચંદ્ર શાહ તેમના રોજિંદા કામ દૂધ કેન્દ્ર ચલાવતા હોવાથી દૂધની થેલીઓ લેવા ગયા હતા. વિજય સેલ્સ શો રૂમની સામે કુબેર સાગર તળાવ પાસે રોડ ક્રોસ કરતી વખતે અચાનક જ એક એમ્બ્યુલન્સના ચાલકે પોતાની એમ્બ્યુલન્સ પુરઝડપે હંકારી ભુપેન્દ્રભાઈને અડફેટે લીધા હતા.


આ અકસ્માતની ઘટનામાં ભુપેન્દ્રભાઈને માથા તેમજ કમરના ભાગે ઈજાઓ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. જેના બાદમાં અકસ્માત કરનાર એમ્બ્યુલન્સના ચાલકે જ ભુપેન્દ્રભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડી ત્યાં થી ફરાર થઇ ગયો હતો. જેના બાદમાં ભુપેન્દ્રભાઈના પુત્રએ માંજલપુર પોલીસ મથકમાં અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલ એમ્બ્યુલન્સના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી.

Reporter: admin

Related Post