News Portal...

Breaking News :

પ્રથમ વરસાદમાં જ તંત્ર ની પોલ ખુલી ઠેર ઠેર પાણી ભરાયા, માંજલપુર ડોન બોસ્કો સ્કૂલ પાસે રોડ બેસી જતા ફોર વિલ્હર ગાડી ફસાઈ

2024-06-10 10:24:55
પ્રથમ વરસાદમાં જ તંત્ર ની પોલ ખુલી ઠેર ઠેર પાણી ભરાયા, માંજલપુર ડોન બોસ્કો સ્કૂલ પાસે રોડ બેસી જતા ફોર વિલ્હર ગાડી ફસાઈ


હવામાનખાતા દ્વારા મધ્ય ગુજરાતના વાતાવરણમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. રવિવાર સવારથી જ સખત ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો.


બપોર સુધી ૪૧.૮ ડિગ્રી જેટલી તીવ્ર ગરમીમાં શેકાતા લોકોને સાંજે વાતાવરણ બદલાતા રાહત થઇ હતી. વાતાવરણમાં અણધાર્યો બદલાવથી સાંજના સુમારે વાતાવરણે લોકોને ઠંડકનો અહેસાસ કરાવ્યો હતો. અચાનક વાતાવરણ માં પલટો આવાથી ગરમી થી નાગરિકો ને ઠંડક નો અહેસાસ થયો હતો.સાંજે છ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી ૪૮ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેમાં ધૂળ ની ડમરીઓ ઉડ્તા વાહનચાલકો ને વાહન ચાલવાવ માં હેરાન પરેશાન થઇ ગયા હતા.પવન બાદ વરસાદી ઝાપટું પડયું હતું.વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા ડોન બોસ્કો સ્કુલની પાછળ તંત્ર દ્વારા પાંચ છ દિવસ પહેલા રોડ બનાવ્યો હતો 


પરંતુ પ્રથમ જ વરસાદમાં તંત્રની પોલ ખુલી પડી ગઈ ડોન બોસ્કો સ્કૂલ પાસે ફોરવીલર ગાડી પાર્ક કરી હતી ત્યાં એકાએક વરસાદ પડતા રોડ બેસી ગયો હતો જેથી પણ ગાડી ફસાઈ ગઈ હતી ડોન બોસ્કો ની દિવાલ પાસે મોટું ગાબડું પડતા ગાડી નો ભાગ દબાઈ ગયો હતો. જોકે ભારે પવન નાં કારણે મધ્ય ગુજરાત સહીત શહેર માં વૃક્ષો પડવાના બનાવો બન્યા હતા.પાલિકા તંત્ર દ્વારા કરેલી કામગીરી પર શંકા અને ભ્રષ્ટાચાર ની આશંકા કહેવાય છે. તો કે મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરે છે પણ સ્માર્ટ સિટીમાં અધિકારીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા માત્ર ભ્રષ્ટાચાર જ આચારવામાં આવે છે.

Reporter: News Plus

Related Post