News Portal...

Breaking News :

શહેરમાં ખાડાઓ ગણીએ ગણાય નહીં ને વીણીયે વીણાય નહી

2025-06-29 11:39:44
શહેરમાં ખાડાઓ ગણીએ ગણાય નહીં ને વીણીયે વીણાય નહી


વડોદરાના ઉબડ-ખાબડ રોડ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે:
બાબુજીના તરખાટથી પાલિકાના અધિકારીઓમાં ફફડાટ, દરેકની ઉપર રખાઇ રહી છે વોચ...
હજી તો ચાર પાંચ ઇંચ વરસાદ પડ્યો છે, અને મોટાભાગના જાહેર રસ્તાઓ ડિસ્કો રોડ બની ગયા છે. નાના-મોટા અન્ય ટીપી રોડો પાણી ભરાવવાને કારણે ઉબડખાબડ રોડ બની ગયા છે. હવે વડોદરા પાસે ઈજનેરોની  ફોજ છે. છતાં પણ સુપરવિઝન બહુ જ નબળું છે..



જે જગ્યાએ પાણી ભરાય છે ત્યાં જ નાના મોટા ખાડા પડે છે. અને અંતે રોડનું સત્યાનાશ થાય છે. ફરિયાદ કરાયા બાદ આવી જગ્યા ઉપર થાગડ-થીગડ થાય છે..
૬ મીટર થી ૪૦ મીટર સુધીના તમામ જાહેર રસ્તાઓ ડિસ્કો રોડ બની ચુક્યા છે. રાણાજી ના રાજમાં જબરદસ્ત ભ્રષ્ટાચાર થયો છે. થીગડા પૂરવાની જવાબદારી હવે બાબુજીના હવાલે ગઈ છે. રોડના ખાડા અને તિરાડો એ ભ્રષ્ટાચાર થયાનો પુરાવો છે. ત્રણ વર્ષની અને પાંચ વર્ષની ગેરેંટીની વાતો થાય છે. પરંતુ કોન્ટ્રાક્ટર કામ કર્યા બાદ એ રોડ ઉપર ફરી ફરકતો પણ નથી... બોક્સ વગર હેડીગમ્યુનિસીપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યાના થોડા દિવસ કોર્પોરેશનની પોલમપોલ નિહાળ્યા બાદ કમિશનર અરુણ મહેશ બાબુ ચોમાસા ટાણે એક્શનમાં આવી ગયા છે. તેઓ સતત ફિલ્ડમાં ફરતા રહે છે અને ક્યાં શું મુશ્કેલી છે તે શોધી રહ્યા છે. તેમની સાથે અન્ય અધિકારીઓને પણ દોડવું પડે છે. કમિશનર અરુણ મહેશ બાબુએ હવે દરેક ઇજનેર અને અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરી દીધી છે અને દરેક ઉપર વોચ પણ ગોઠવી દીધી છે. દરેક અધિકારી અને એન્જિનીયરોની માહિતી તેમને રોજ સાંજે મળે તેવી સુચના પણ આપી દેવાઇ છે અને તેથી પાલિકાના એન્જિનીયરો અને અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. અત્યાર સુધી એન્જિનીયરો અને અધિકારીઓને કમિશનર પુછતા ન હતા કે તમે શું કામ કર્યું પણ કમિશનર બાબુજીએ દરેકનો હિસાબ લેવાનો શરુ કર્યો છે. કમિશનર બાબુજીએ કોર્પોરેશનમાં ખાસ સિસ્ટમ જ બનાવી દીધી છે અને દરેકની જવાબદારી ફિક્સ કરી દીધી છે દરેકને સતત ફિલ્ડમાં રહેવાની પણ સૂચના આપી દીધી છે જેથી હવે કોઇ અધિકારી કે એન્જિનીયર ગોળ ગોળ ફેરવી શકે તેમ નથી. પહેલા તો કમિશનર કોઇ મુદ્દે પુછે તો અધિકારીઓ તેમને ગોળ ગોળ ફેરવી દેતા હતા પણ હવે તેવું થતું નથી. કમિશનરે દરેક વિભાગમાં દરેક અધિકારીની ઉપર એક અધિકારી મુકી દીધો છે અને તેથી કોઇ ખોટી માહિતી આપે તો પણ તેમને ખબર પડી જાય છે. અત્યારે તેમણે ચોમાસાની સિઝનને અનુલક્ષીને રસ્તા પર પડેલા ખાડા અને સફાઇ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.કઇ ગલી ખૂંચી કે ક્યાં ક્યાં વિસ્તારોમાં ખાડા પડ્યા છે તે શોધવાનું કામ તેમણે ફાયર બ્રિગેડને આપી દીધું છે અને ફાયર બ્રિગેડ રોજે રોજ જીપીએસ સિસ્ટમથી કે પોતાના દરેક વિસ્તારના સ્ત્રોતને પુછીને ખાડાની સંખ્યા કમિશનરને આપી રહ્યું છે. વીતેલા 3 દિવસમાં 160થી વધુ ખાડા ફાયર બ્રિગેડે શોધી કાઢ્યા છે. અત્યારે તો શહેરની હાલત એવી છે કે જે વિસ્તાર હોય ત્યાં ખાડા નજરે પડે છે.  આ ખાડા પુરવાનું કામ પણ ચાલી રહ્યું છે. . શહેરના તમામ વિસ્તારોમાં રાણાજીના રાજમાં 6 મીટર થી 40 મીટરના રસ્તા પર ભ્રષ્ટાચાર આચરાયો હતો અને કોન્ટ્રાક્ટરોએ પાલિકાના કરોડો રુપિયા ખંખેરી લીધા હતા  અને હવે રસ્તા પર થીગડા મારવાની જવાબદારી બાબુજી પર આવી ગઇ છે. ખુદ બાબુજી પણ ફિલ્ડમાં ફરતા રહે છે અને ખાડા નજરે ચડે તો તુરત જ પુરવાની સૂચના આપે છે. આ ઉપરાંત હાલ જ્યાં કામો ચાલી રહ્યા છે ત્યાં કોન્ટ્રાક્ટરે બેરીકેડ મુકેલા છે કે કેમ તેની પણ ચકાસણી કરાય છે અને જો કોઇ કોન્ટ્રાક્ટરે ભુલ કરી હોય તો તેની સામે પણ કાર્યવાહી થઇ રહી છે અને તેથી અધિકારીઓની સાથે કોન્ટ્રાક્ટરોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. 



રાણાજીના રાજમાં જબરદસ્ત ભ્રષ્ટાચાર થયો છે. થીગડા પૂરવાની જવાબદારી હવે બાબુજીના હવાલે ગઈ છે.
શહેરની હાલત અત્યારે એવી છે કે માંડ ચારથી પાંચ ઇંચ પડેલા વરસાદમાં વડોદરા ખાડોદરા બની ગયું છે.6 થી 40 મીટરના તમામ રોડ ડિસ્કો રોડ બની ગયા છે. ભારે ભ્રષ્ટાચાર આચરાયો હોવાથી રસ્તા પણ પહેલા વરસાદે જ ધોવાઇ ગયા છે અને ખાડાઓ પડી ગયા છે. ટીપી રોડની હાલત તો એવી છે કે ખાડા ગણ્યા ગણાય નહી તેવી સ્થિતી છે. ગટર દબાઇ ગઇ છે. વરસાદી કાંસ પુરાઈ ગઈ છે .સર્વત્ર પાણી ભરાઇ ગયા છે નાના-મોટા અન્ય ટીપી રોડો પાણી ભરાવવાને કારણે ઉબડખાબડ રોડ બની ગયા છે. હવે વડોદરા પાસે ઈજનેરોની  ફોજ છે. છતાં પણ સુપરવિઝન બહુ જ નબળું છે.  ૬ મીટર થી ૪૦ મીટર સુધીના તમામ જાહેર રસ્તાઓ ડિસ્કો રોડ બની ચુક્યા છે. રાણાજી ના રાજમાં જબરદસ્ત ભ્રષ્ટાચાર થયો છે. હવે થીગડા પૂરવાની જવાબદારી હવે બાબુજીના હવાલે ગઈ છે. રોડના ખાડા અને તિરાડો એ ભ્રષ્ટાચાર થયાનો પુરાવો છે. ત્રણ વર્ષની અને પાંચ વર્ષની ગેરેંટીની વાતો થાય છે. પરંતુ કોન્ટ્રાક્ટર કામ કર્યા બાદ એ રોડ ઉપર ફરી ફરકતો પણ નથી. આ બધુ જ કમિશનર બાબુજીના ધ્યાનમાં આવી ગયું છે. જે જગ્યાએ પાણી ભરાય છે ત્યાં જ નાના મોટા ખાડા પડે છે. અને અંતે રોડનું સત્યાનાશ થાય છે. ફરિયાદ કરાયા બાદ આવી જગ્યા ઉપર માત્ર થાગડ-થીગડ થાય છે.

આર્યકન્યા વિદ્યાલય પાસેના રોડની તો બિસ્માર હાલત...
શહેરના કારેલીબાગ આર્યકન્યા વિદ્યાલય પાસેના રોડની તો બિસ્માર હાલત થઇ ગઇ છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. આ રસ્તો છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે. રોડ પરના ખાડાઓને કારણે વાહનચાલકો અને રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે.સ્થાનિક લોકો આ સમસ્યા માટે પાલિકાની બેદરકારીને જવાબદાર ગણી રહ્યા છે અને આ રોડનું સમારકામ તાત્કાલિક કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.આ તો ફક્ત એક જ વિસ્તાર છે પણ શહેરમાં આવા બિસ્માર રોડ અનેક છે.

Reporter: admin

Related Post