39 ડિગ્રી ગરમીમાં વિદ્યાર્થીઓ પરસેવે રેબઝેબ થઇ ગયા
વીજ કાપની આગોતરી જાણ છતાં યુનિ.તંત્ર ઊંઘતું રહ્યું
એમ.એસ.યુનિ.માં લો ફેકલ્ટીમાં ચાલી રહેલી પરીક્ષામાં વીજળી ગુલ થતાં વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા હતા. કોમર્સ ફેકલ્ટીની પરીક્ષાઓ દરમિયાન વીજ કાપના પગલે વગર લાઇટ-પંખાએ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે આગઝરતી ગરમી વચ્ચે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને વીજ કાપનો સામનો કરવો પડયો હતો. પરસેવે રેબઝેબ થઇને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. કલાસ રૂમમાં લાઇટો વગર અંધારામાં પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો. લો ફેકલ્ટી નિઝામપુુરા ડોનર્સ પ્લાઝા ખાતે આવેલી છે તે વિસ્તારમાં વીજકંપની દ્વારા સમારકામની કામગીરી હોવાથી વીજ કાપની જાહેરાત કરાઈ હતી જોકે આ વાતનું ધ્યાન લો ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા રખાયું ના હતું જેના આગ ઝરતી ગરમીમાં વગર પંખે પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો. વીજ કંપની દ્વારા સવારે 6 થી 10.30 વાગ્યા સુધીના વીજકાપની જાહેરાત કરાઇહતી. જેની જાણકારી આપી દેવાઇ હતી.
Reporter: News Plus