ABVP ની વિદ્યાર્થીનીઓ દ્વારા સાવલી પોલીસ સ્ટેશન નાં ઇન્ચાર્જ પી.એસ.આઇ V.A.parmar અને અન્ય પોલીસ જવાનોને રાખડી બાંધી પોલીસ દ્વારા તાલુકા જનો ની રક્ષા અને સુરક્ષા ખાતર ખડે પડે ઊભા રહી પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે

ત્યારે તેઓની રક્ષા અને સુરક્ષા પણ એટલીજ અનિવાર્ય હોય જે હેતુ થી તેમને ABVP ની વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી. સાવલી પોલીસ સ્ટેશન નાં પી.એસ આઈ એમ પોલીસ જવાનો ને તિલક ચાંદલોને મો મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી.

ભાઈ બહેનનાં પવિત્ર પર્વનાં દિવસે બહેનો દ્વારા પોતાના ભાઈની રક્ષાને સુરક્ષા કાજે ભાઈનાં હાથે રક્ષા કવચ રૂપી રાખડી બાંધી ભાઈ ના લાંબા અને સુરક્ષિત આયુષ્ય ની કામના કરે છે
Reporter: admin







