વડોદરા : વોર્ડ નંબર 3 ના નગરસેવક ડોક્ટર રાજેશ શાહ દ્વારા દત્તક લીધેલ આંગણવાડીના બાળકો અને સર્ગભા બહેનોને પોષણયુક્ત આહાર નું વિતરણ કરવામાં હતું.

વડોદરા શહેર પીએમ આવાસ યોજના માં આવેલ આંગણવાડીના બાળકોને આજે ડોક્ટર રાજેશ શાહ અને ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા ના હસ્તે સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે આ વિસ્તારના ભણતા બાળકો માટે આડઅસર વગર ઉપયોગી થાય તે માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને બેબી ટોન પિલ્સ નિ શુકલ વિતરણ કરવામાં આવ્યું હતું

આજે આંગણવાડી ના ૨૦૦ થી વધુ બાળકોને પોષણયુક્ત આહાર વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ છેલ્લા ચાર વર્ષથી અવિરત પણે વોર્ડ નંબર ત્રણ ના નગરસેવક ડોક્ટર રાજેશ શાહ દ્વારા સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર મળે જેથી બાળક તંદુરસ્ત રહે સાથે માતાઓને અનાજને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.





Reporter: admin







