News Portal...

Breaking News :

સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકા ભરાયો

2024-07-20 13:38:46
સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકા ભરાયો


વડોદરા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% ભરાયો છે,રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૭%થી વધુ જળસંગ્રહ,ગુજરાતના ૧૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈએલર્ટ પર,સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૨.૦૯ ટકા જળ સંગ્રહ થયો છે.


રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકાને પાર કરી ગયો છે.સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૩,૬૬૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૧૨,૧૫૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૭.૮૭ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ,જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.


આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૧૬ જળાશયો સંપૂર્ણ છલકાયા છે.આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૫ ડેમ ૫૦થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૫૨ ડેમ ૨૫ થી ૫૦ ટકા ભરાયા છે.આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૨.૦૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૯.૮૬ ટકા,મધ્ય ગુજરાતના ૧૭માં ૩૬.૩૭, કચ્છના ૨૦માં ૨૮.૩૬ તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૬૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

Reporter: admin

Related Post