નવી દિલ્હી: હવામાન વિભાગ દ્વારા ભારતના કેટલાકે રાજ્યો પર વાવાજોડાની અસર દેખાશે.આ વાવાઝોડાને લોપર નામ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર આંધ્ર પ્રદેશ પરનું ડિપ્રેસન 7 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોને સાવચેતી રાખવા જણાવ્યું છે. બંગાળની ખાડીમાંથી સર્જાયેલા લો પ્રેશરે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યુ છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીનું લો પ્રેશર એરિયા શુક્રવારે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં દબાણ વિસ્તારમાં ફેરવાઈ ગયું હતું.
ઓડિશાના દરિયાકાંઠે આવેલ ડિપ્રેસન લગભગ ૭ કિમિ પ્રતિ કલાકની ઝડપે શ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું.હવામાન વિભાગે દરિયાકાંઠાના લોકોને સાવચેતી રખવા જણાંવ્યું છે. માછીમારોને સાવચેતી રાખવા કહ્યું છે. આ વાવાજોડું ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતા ૨૪ કલાકમાં ધીમું થઇ જશે. આગળ ૩ દિવસમા તેની અસર આંધ્રપ્રદેશ અને દક્ષિણ-પશ્ચિમમાં જોવા મળશે. સમુદ્રના નીચાણનવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. બંગાળની ખાડીનના લો ડિપ્રેસનના કારણે આ વાવાજોડાની અસર જોવા મળશે .
Reporter: admin