પૂર આવતા પેહલા પાલિકા એ પાળ બાંધી, ત્રણ મહિના માટે 200 જેટલા તાલીમ બદ્ધ તરવૈયાઓ ની ભરતીની મજૂરી...
નવા પ્રમુખનાં રાજમાં મોટાભાગની દરખાસ્તો કોઈ વાંધાવચકા વગર મંજુર જલસા કરો જેઠાલાલ
વડોદરા મહાનગરપાલિકાની શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં દસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જ્યાં ચર્ચાના અંતે બેઠકમાં તમામ દશકામોને મંજૂરી આપવામાં આવી છે. નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં આ પહેલી સ્થાયી સમિતિની બેઠક યોજાઇ હતી તેમાં મુખ્યત્વે અગ્નિ સંબધ અને તાત્કાલિક સેવા વિભાગ, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા , સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તથા સયાજીબાગ ઝુ શાખા, જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જે તમામ કામો ને મંજૂરી અપાઈ છે. બેઠકમાં વડોદરા શહેર માટે રાહત અને બચાવની કામગીરી હાથ ધરવાના હેતુસર ત્રણ મહિના માટે કુલ 200 જેટલા તાલીમ બદ્ધ તરવૈયાઓ ની ભરતી કરવા માટે ના કામને મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ છેલ્લી 5 સ્થાયીની બેઠકની પરંપરા મુજબ આજની આ બેઠકમાં પણ અબોવ ભાવના કામોને મંજૂર કરી દેવાયા હતા. પૂર્વ ઝોનમાં આજવા રોડ નિલય પાર્કથી અમરદીપ બંગલોઝ સુધી 300 મીમીની પાણીની લાઇન નાખવાના એસ.કે.મકવાણાની 35.24 ટકા વધુ ભાવની 45,48,92693 રુપિયાના કામની દરખાસ્ત સ્થાયીમાં કરવામાં આવી હતી
જે દરખાસ્ત પણ મંજુર કરી દેવાઇ છે અને લોકોને જેટલા લૂંટી લેવા હોય તેટલા લૂંટી લો તેવું વલણ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા કરાયું છે. પહેલા 9 ટકાના ઘટાડા સાથે 48.61 હતા હવે જાણે એહેસાન કરતા હોય તેમ 35 ટકાના વધુ ભાવની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ઉંચા ભાવે તો દરખાસ્ત મંજૂર કરી દીધી પણ કોન્ટ્રાક્ટર કામ બરાબર કરે છે કે કેમ તેનું પણ ધ્યાન કોર્પોરેશનના અધિકારીઓ રાખતા નથી અને લોલમલોલ ચાલી રહ્યું છે પરિણામે પ્રજાના પૈસાનો વેડફાટ થઇ રહ્યો છે. વિકાસના કામોના નામ કોન્ટ્રાક્ટરોને ઉંચા ભાવના કામોની લ્હાણી આપીને શાસકો પોતાનો પણ વિકાસ કરી રહ્યા હોય તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે.ઉપરાંત વોટર સપ્લાય, સેનિટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના 42 કામો માટે 278 કરોડ ખર્ચ કરવાની પણ મંજૂરી માગવામાં આવી હતી તેને પણ મંજૂરી આપી દેવાઇ હતી. કોર્પોરેશને લૂંટી લેવા બેઠેલા અધિકારીઓ અને શાસકોએ 323 કરોડ એક ઝાટકે તિજોરીમાંથી ખંખેરી લીધા હતા.
Reporter: admin