અમદાવાદ : શનિવારે 21 જૂન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.
હવામાંન વિભાગના આંકડા અનુસાર, શનિવારે 24 કલાકની અંદર સાબરકાંઠામાં સાડા બાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે જિલ્લામાં વિવિધ જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે છેલ્લાં 24 કલાકના વરસાદના ડેટા જાહેર કર્યા છે. જે અનુસાર, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના વડાલી તાલુકામાં 24 કલાકમાં 12.2 ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ સિવાય સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં પણ 10.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઈડરમાં 4.9 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાબરકાંઠાના અન્ય વિસ્તારોમાં લગભગ 1 ઈંચની આસપાસ વરસાદ નોંધાયો હતો.હવામાનના આંકડા અનુસાર, 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હોત તે વિસ્તારમાં ઉત્તર ગુજરાત જ મોખરે છે. જેમાં સાબરકાંઠામાં 12.2 ઈંચ, બનાસકાંઠામાં 10.3 ઈંચ, અરવલ્લીમાં 4.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ 3.3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
Reporter: admin