News Portal...

Breaking News :

સાંકરદા-ભાદરવા રોડ પર ઇન્ડિયા-1 એટીએમમાં ચોરીનો પ્રયાસ

2025-06-22 11:23:50
સાંકરદા-ભાદરવા રોડ પર ઇન્ડિયા-1 એટીએમમાં ચોરીનો પ્રયાસ


વડોદરા: શહેર નજીક સાંકરદા અને ભાદરવા રોડ પર આવેલા ઇન્ડિયા-૧ના એટીએમમાં ચોરીનો પ્રયાસ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.



પોલીસના કહ્યા પ્રમાણે,ઇન્ડિયા-૧નું એટીએમ બંધ થતાં હેડ ઓફિસથી તેની ફ્રેન્ચાઇઝિ ધરાવનારને જાણ કરવામાં આવી હતી.જેથી ઝોનલ ઓપરેશન મેનેજરે તપાસ કરતાં એટીએમના સીસીટીવીના વાયર કાપીને ગેસ કટર વડે કેશ પાસેના વોલ્ટ કાપવાનો પ્રયાસ થયો હોવાનું જણાઇ આવ્યું હતું. 


ચોરોએ રૂમના દરવાજાનો નકૂચો પણ તોડયો હતો.બાજુના દુકાનદારે કહ્યું હતું કે,તા.૨૦મીએ રાતે ૧૧ વાગ્યા સુધી તેઓની દુકાનમાં કામ ચાલતું હતું.જેથી ચોરો ત્યારપછી ત્રાટક્યા હોવાનું મનાય છે.નંદેસરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Reporter: admin

Related Post