મહીસાગર જિલ્લામાં રાત્રિ દરમ્યાન સાર્વત્રિક મેઘમહેર શરુ થઇ. જિલ્લામાં વીરપુર, કડાણા, સંતરામપુર, લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર સહિત ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ વરસ્યો.
પરોઢિયે 4થી 6માં વરસાદ ખાબક્યો. જેમાં ખાનપુરમાં 18 મીમી, કડાણામાં 47 મીમી, સંતરામપુરમાં 87 મીમી, લુણાવાડામાં 49 મીમી, બાલાસિનોરમાં 23 મીમી અને વીરપુરમાં 28 મીમી વરસાદ નોંધાયો. આ સાથે જ લુણાવાડામાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા હાઈવે પર તેમજ હાઈવે પર આવેલ દુકાનોમાં પાણી ભરાયા. લુણાવાડા શામળાજી હાઈવે પર લુણાવાડા બસ સ્ટેન્ડ નજીક આવેલા માર્ગ પર પાણી ભરાયા.જેના કારણે લુણાવાડા નગરપાલિકાની પ્રિમોનુસન કામગીરીની પોલ ખુલી ગઈ છે. પાણીનો યોગ્ય નિકાલ ના થયા દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે.ગેરકાયદેસર બાંધકામો અને ગટરોની સાફ સફાઈના અભાવે નગરજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે.
આ ઉપરાંત લુણાવાડાના વાવ વાળા માર્કેટ, હુસેની ચોક, માંડવી, દર્કોલી દરવાજા વગેરે માર્કેટમાં રોડ પર પાણી વહી રહ્યા છે. નગરમાં રસ્તાઓ પર પાણી પાણી નો નજારો જોવા મળી રહ્યો છે. લુણાવાડા - અમદાવાદ હાઇવે પર વરધરી રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે. હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે માટે બનાવેલ ગટર તેમજ નગરપાલીકા દ્વારા બનાવેલ ગટરમાં પાણીનો નિકાલ ન થતાં હાલાકી સર્જાય છે. અનેક વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.આ સાથે જ લુણાવાડામાં આવેલા ચાર કોસિયા નાકા પાસે સરકારી ગોડાઉનની બાજુમાં વીજપોલ ધરાશાયી થતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. વીજપોલ હટાવવા માટે અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરી છે. પરંતુ તેમ છતાંય નિંદ્રાધીન તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નહિ કરતા વીજપોલ અંતે ધરાશાયી થઇ ગયો. વીજપોલ ધરાશાયી થતાં સોસાયટીઓમાં જવાનો માર્ગ થયો બંધ વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો.
Reporter: admin