વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ખાતે મદાપુરે ગામે મહાકાય મગરના દહેશતથી ગ્રામજનોની ઊંઘ હરામ થઇ. ગામમાં ઢોર બાંધવાની જગ્યા પર 8 ફૂટનો મહાકાય મગર આવી જતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો.
આ અંગે જાણ થતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોચી મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. વડોદરા શહેર જિલ્લામાં વરસાદ વરસતા અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી.જેના કારણે અનેક વિસ્તારોમાં નદીઓના પાણી ઘુસી ગયા હતા. તો કેટલાક જગ્યાએ નદીઓના પાણી સાથે મગરો પણ માનવ વિસ્તારોમાં આવી ચઢ્યા છે. અનેક વિસ્તારોમાં મગર બહાર આવીને સોસાયટીમાં ઘુસી જવાની ઘટનાઓ સામે આવી છે.
ત્યારે વડોદરાના પાદરા તાલુકા ખાતે પણ ગ્રામીણ વિસ્તારમાં ઢોર બાંધવાની જગ્યા પર એક મહાકાય મગર આવી જતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો.પાદરા તાલુકાના મદાપુરે ગામે ગઈકાલે રાત્રે ઢોર બાંધવાની જગ્યા પર 8 ફૂટનો મહાકાય મગર આવી પહોંચ્યો હતો. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ગ્રામજનોએ મગર અંગે વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોચી ગઈ હતી. અને ભારે જેહમત બાદ વન વિભાગની ટીમે મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.
Reporter: admin