અકબરનગરમાં ગેરકાયદે મંદિર, મસ્જિદ અને મદરેસા પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આશરે 24.5 એકર જમીન પર બનેલા ગેરકાયદે બાંધકામને હટાવવામાં આવ્યું હતું અને જગ્યાને ખાલી કરાવવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન ધાર્મિક સ્થળો હતા તેને પણ હટાવવામાં આવ્યા હતા.
પ્રશાસને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આશરે 1169 જેટલા ગેરકાયદે મકાન અને 101 કમર્શિયલ ઇમારતોને તોડવામાં આવી છે.અકબરનગરમાં સમગ્ર વિસ્તારમાં સપાટો બોલાવવામાં આવ્યો હતો અને આ તમામ ગેરકાયદે ઇમારતોને હટાવવામાં આવી હતી. વિસ્તારમાં એક મસ્જિદ, મંદિર અને મદરેસા પણ હતા જેના પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. હાલ તોડવામાં આવેલી ઇમારતોનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં દબાણ હટાવવાનું કામ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું હતું જે હાલ પુરુ થવા આવ્યું છે.
આ કાર્યવાહી દરમિયાન સમગ્ર વિસ્તારની 24.5 એકર જમીન પર બનાવવામાં આવેલા 1800 ગેરકાયદે મકાનો-દુકાનો વગેરેને હટાવવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથની સરકાર હવે આ વિસ્તારમાં ઇકો ટુરિઝમનું હબ બનાવશે. લખનઉના પક્ષીઘરને પણ આ જ વિસ્તારમાં ફરી સ્થાપિત કરવાની પણ યોજના છે. આ સમગ્ર કાર્યવાહીને કોર્ટ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ લોકોના મકાનો, મંદિર, મસ્જિદ, મદરેસા તોડવાનું કામ શરૂ કરાયું હતું.
Reporter: News Plus