પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે કપિરાજે આંતક મચાવતા જનતા ત્રાહિમામ પોકારી રહી છે. જેને કારણે કદવાલ ચોકડી ઉપર પાંજરું મૂકી કપિરાજ ને ઝબ્બે કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
પાવીજેતપુર તાલુકામાં કદવાલ ગામે છેલ્લા બે દિવસથી કપિરાજ જંગલમાંથી નગરમાં આવી જય કુદા કુદ કરતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. એક છાપરેથી બીજા છાપરેને એક દુકાનેથી બીજી દુકાને કુદા કુદ કરતા બે વ્યક્તિઓને કપીરાજના નખ પણ વાગ્યા હતા. કપિરાજે આંતક વધુ મચાવતા લોકો ત્રાસી જઈ જંગલ ખાતામાં જાણ કરતા જંગલ ખાતાના માણશો પાંજરું લઈ કદવાલ ચોકડી ઉપર આવી પહોંચ્યા હતા.
આંતક મચાવતા કપિરાજની કબ્જે કરવા માટે કદવાલ ચોકડી ઉપર પાંજરું મુકવામાં આવ્યું છે.આમ, પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે કપિરાજે આંતક મચાવતા કપિરાજ ને કબ્જે કરવા માટે કદવાલ ચોકડી ઉપર પાંજરું ગોઠવવામાં આવ્યું છે.
Reporter: admin