જયપુર:રાજસ્થાનની ભજનલાલ સરકારને એક વર્ષ પુરુ થઈ ગયું. આ અવસર પર રાજ્યમાં કેટલીય જગ્યાએ ખાસ કાર્યક્રમ આયોજીત કર્યા હતા.
આ જ કાર્યક્રમ અંતર્ગત પાલી જિલ્લામાં એક કોલેજમાં પણ આવો જ કાર્યક્રમ આયોજીત કર્યો હતો. કોલેજના કાર્યક્રમમાં પ્રભારી મંત્રી, કલેક્ટર અને આઈજી સહિત મોટા ટોપ અધિકારીઓ હાજર રહ્યા હતા. હવે આ કાર્યક્રમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, ચા પીરસવા માટે કપને કોલેજના ટોયલેટમાં રાખીને ધોવામાં આવી રહ્યા છે. જેને લઈને જવાબદાર લોકો આ અંગે કંઈ બોલવા તૈયાર નથી.પાલી જિલ્લાની બાંગડ કોલેજમાં એક જિલ્લા સ્તરીય કાર્યક્રમ આયોજીત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સામેલ થવા માટે જિલ્લાના પ્રભારી મંત્રી ઝાબરસિંહ ખર્રા સહિત જિલ્લા કલેક્ટર એનએન મંત્રી, આઈજી પ્રદીપ મોહન શર્મા, એસપી ચૂનારામ જાટ સહિત કેટલાય નેતાઓ અને પ્રશાસનિક અધિકારીઓ આવ્યા હતા. આ કાર્યક્રમને ભજનલાલ સરકારની ઉપલબ્ધિઓને જનતા સુધી પહોંચાડવા માટે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ચાના કપ ટોયલેટમાં ધોવાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના સવાલો પૂછવામાં આવી રહ્યા છે. અમુક લોકો લખી રહ્યા છે કે શું કોલેજના કર્મચારીઓને ક્યાં કપ ધોવા, તે પણ ખબર નથી. અમુક લોકો આને મોટી લાપરવાહી માની રહ્યા છે.
Reporter: admin







