દેશમાં દરેક ગામ તથા શહેરોને સ્વચ્છ અને નિર્મળ બનાવવા માટે હાલમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત ઝુંબેશરૂપે સફાઈ કામગીરી ચાલી રહી છે.
વડોદરા જિલ્લામાં પણ શિનોર, કરજણ અને ડભોઇ તાલુકાના આઠ ગામોમાં નાગરિકો સ્વયંભુ રીતે જોડાઈને શ્રમદાન કરી રહ્યા છે.સ્વચ્છતા હિ સેવા અંતર્ગત શિનોર તાલુકાનું કુકસ, કરજણ તાલુકાનું કરમડી, ડેસર તાલુકાનાનું તુલસીગામ અને ડભોઇ તાલુકાના બોરબાર, વલીપુરા, મોસમપુરા અને કુંઢેલા ગામમાં ગ્રામજનો સ્વયંભુ રીતે જોડાઈને આ અભિયાનને વધાવી રહ્યા છે. આ ગામના નાગરિકો દ્વારા ગામના જાહેર માર્ગો, સરકારી કાર્યાલયોના પ્રાંગણ, મેદાનો, ઘરના આંગણા અને વિવિધ જગ્યાઓ પર સ્વેચ્છાએ સાવરણો ઉપાડીને સ્વચ્છતાના સંકલ્પને સફળ બનાવવામાં શ્રમદાન આપ્યું હતું.
આ સાથે લોકો અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે કરજણ તાલુકાના કરમડી સહિત અનેક ગામોમાં સ્વચ્છતા રેલીનું પણ યોજવામાં આવી હતી. જેમાં સ્વરછતા ને લગતા નારાઓ અને સૂત્રો દ્વારા નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને લોકો એ ઝીલી લીધું છે અને આ અભિયાન જન જન સુધી પહોંચી રહ્યું છે. નાગરિકો સ્વચ્છતા હિ સેવા ના સંકલ્પ સૂત્રને આત્મસાત કરીને શ્રમદાન કરીને અભિયાનને લોકભાગીદારી થકી વધુ વ્યાપક બનાવી રહ્યા છે તે નોંધનીય બાબત છે.
Reporter: admin