વડોદરામાં ગત માસ પડેલા અતિ વરસાદને પગલે તાત્કાલિક ધોરણે શહેર અને જીલ્લામાં વ્યાપક અભિયાન અને માર્ગ મરમ્મતનું કામ શરુ કરી દેવામાં આવ્યું હતું.
વડોદરામાં તા.૨૮ ઓગષ્ટથી અવિરત ચાલતું રોડ પેચ વર્ક અને રિપેરિંગ વર્કનું કામ હજુ સુધી ચાલુ છે. વડોદરા શહેરના દરેક માર્ગો ખાડા રહિત અને ચોખ્ખા બને તે માટે તંત્ર પ્રયત્નરત છે. પુરના પાણી ઓસર્યા બાદ તા.૩૦ ઓગષ્ટથી કોર્પોરેશન હદ વિસ્તારમાં પ્રતિદિન ૨૮ જે.સી.બી, ૧૯ નાની સાઈઝના ડમ્પર, ૪૬ જેટલા ટ્રેક્ટર અને ૧૫૦ જેટલા મેનપાવર ૪ સપ્ટે. સુધીમાં કુલ ૨૨૫૦ મેટ્રિક ટન વેટમિક્ષ અને હોટમિક્ષને પાથરવામાં આવ્યું છે. આટલા મટીરીયલથી ૩૩૦૦ જેટલા ખાડાઓ પૂરી વાહન વ્યવહાર યોગ્ય રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.છેલ્લા અઠવાડિયામાં વરસાદ નહીવત પડતા લોકલ વાહનવ્યવહારને સુદ્રઢ બનાવવાના આશયથી ટુકડીઓ બનાવીને સુપરવાઈઝરોને ખાસ ફરજ આપવામાં આવી છે.
જેથી કરીને ઝડપથી રીપેરીંગની કામગીરી પૂર્ણ કરી શકાય. શહેરના નાગરિકોને તહેવારો પહેલા મુસાફરી અને ખરીદી માટે અગવડતા ન પડે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા એમ.એલ.એ ફંડ મારફત ખાસ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. તા.૧૬ સપ્ટેથી ૧૮ સપ્ટે સુધીના ફક્ત ત્રણ દિવસના સમયગાળામાં ૨૩ જે.સી.બી,૧૯ નાની સાઈઝના ડમ્પર, ૪૮ ટ્રેક્ટરોથી ૧૪૫૦ મેટ્રિક ટન રો-મટીરીયલ ઉપયોગમાં લઈ ૧૨૫૦ જેટલા ખાડા પુરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં વડોદરાના ગોરવા-ઉંડેરા, બિલ ચાપડ, છાણી, દુમાડ રોડ, હરિનગર, ભાયલી જેવા વિસ્તારોમાં ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી છે
Reporter: admin