News Portal...

Breaking News :

કલાલી પાસે ચાણક્યપુરી વુડા ના મકાનમાં યુવકની હત્યાના મામલે અટલાદરા પોલીસે લગ્નની પીઠી ભર્યા વ

2024-05-10 17:54:25
કલાલી પાસે ચાણક્યપુરી વુડા ના મકાનમાં યુવકની હત્યાના મામલે  અટલાદરા પોલીસે  લગ્નની પીઠી ભર્યા વ


વડોદરા : શહેરના અટલાદરામાં મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખુની ખેલ ખેલ્યો હતો. લગ્નની પીઠીભર્યા વરરાજા, તેના ભાઈ અને માતાએ મળીને યુવક સાથે ઝઘડો કરી ચપ્પાના ઘા માર્યા હતા. ઉપરા-છાપરી માથા, ગળા અને છાતીના ભાગે ચપ્પાના ઘા મારતા યુવક ઘટનાસ્થળે જ બેભાન થઇને ઢળી પડ્યો હતો. જેને 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવારમાં તેણે દમ તોડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, વરરાજા અને તેના પરિવારને શંકા થઈ હતી કે, DJ બંધ કરાવવા માટે આ યુવકે પોલીસને ફોન કર્યો હતો. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: News Plus

Related Post