ધમતરી : છત્તીસગઢના ધમતરીમાં આવેલા અંગારમોતી માતા મંદિર પરિસરમાં સેંકડો મહિલાઓ પર બૈગા (મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ રાજ્યોમાં જોવા મળતી એક જાતિ)નો ચાલવાનો એક વીડિયો સામે આવ્યો છે.
એવું માનવામાં આવે છે કે બૈગા પર માતા અંગારમોતીનો વાસ છે. બૈગાના પગ જેના પર પડે છે એ સ્ત્રીનો ખાલી ખોળો ભરાઈ જાય છે. માતાના દરબારમાં અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં મહિલાઓ આવે છે. નિઃસંતાન મહિલાઓ લીંબુ, નારિયેળ અને અન્ય પૂજાસામગ્રી લઈને જમીન પર ઊંધાં સૂઈ જાય છે. બૈગાઓ ધ્વજ અને બેનરો લઈને તેમની ઉપર ચાલી રહ્યા છે. આ મડઈ મેળામાં 52 ગામોના દેવી-દેવતાઓ, ડાંગ, દોરી, બૈગા, સિરહા અને ગાયતાના પૂજારીઓ પહોંચ્યા હતા.આદિશક્તિ મા અંગારમોતી માતા ધમતરીના ગંગરેલમાં બિરાજમાન છે. અહીં દૂર દૂરથી ભક્તો આવે છે.
પ્રથમ વખત સમગ્ર જિલ્લામાં ગંગરેલ માતા અંગારમોતી માતાના આંગણે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માત્ર છત્તીસગઢથી જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો આવે છે. મનોકામના પૂર્ણ થયા બાદ મહિલાઓ પોતાની ઈચ્છા મુજબ ફળ ચઢાવે છે. માન્યતા મુજબ જો નિઃસંતાન મહિલાઓને માતા અંગારમોતીના આશીર્વાદ મળે તો તેમના આંગણે ચોક્કસથી કિલકારીઓ ગુંજી ઊઠે છે. પરંતુ આ આશીર્વાદ માટે અહીં પ્રચલિત પરંપરાનું પાલન કરવું પડશે. આ માટે નિઃસંતાન મહિલાઓ વહેલી સવારે મંદિરે આવે છે. મહિલાએ તેના વાળ ખુલ્લા રાખવા પડે છે. વ્રત રાખવાનું હોય છે. આ મહિલાઓ હાથમાં નાળિયેર- પૂજાસામગ્રી લઈને રાહ જોતી રહે છે. જ્યારે મુખ્ય પૂજારી પૂજા કર્યા બાદ મંદિર તરફ આવે છે. આ સમયે એવું કહેવાય છે કે માતા અંગારમોતી બૈગા પર સવાર હોય છે. જેમ જેમ બૈગા મંદિર તરફ આગળ વધે છે. બધી મહિલાઓ રસ્તા પર ઊંધી સૂઈ જાય છે. બૈગા આ મહિલાઓ પર ચાલીને મંદિરે પહોંચે છે. કહેવાય છે કે જે મહિલાઓ પર બૈગાના પગ પડે છે. તેનો ખોળો ચોક્કસપણે ભરાય છે અને તેના ઘરનું આંગણું કિલકારીઓથી ગુંજી ઊઠે છે.
Reporter: admin