વડોદરા : અટલાદરા બાલાજી સ્કાયરાઇઝ બિલ્ડિંગથી થોડે આગળ બાઇક પર ત્રણ સવારી યુવકો બેગ છીનવી ભાગી ગયા હતા.
બૂમાબૂમ કરી તેઓનો પીછો કર્યો હતો. પરંતુ, આરોપીઓ ભાગી ગયા હતા. પર્સમાં ઘર, મોપેડ અને કારની ચાવીઓ, મોબાઇલ ફોન, તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ અને એ.ટી.એમ. કાર્ડ હતા.બિલ કેનાલ રોડ પર નિસર્ગ પલાડીયમમાં રહેતા ગૌરીબેન ગોવિંદભાઇ મેવાડા અલકાપુરીમાં ડોક્ટર શીતલ વૈદ્યની ત્યાં સુંદરમ હોસ્પિટલમાં એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગઇકાલે મારી દીકરી રૃપા મને મોપેડ પર બપોરે પોણા બે વાગ્યે નોકરી પર મૂકી ગઇ હતી.
હું આખો દિવસ હોસ્પિટલ પર રોકાઇને એકાઉન્ટનું કામ કરતી હતી. હોસ્પિટલની મેડિસિનની રકમ ૬૨ હજાર ભેગી થઇ હતી. તેમાંથી 40 હજાર રોકડા મેડિકલ સ્ટોરના માલિકને અને બાકીના રુપિયા ડોક્ટરને આપવાના હતા. ડોક્ટર સાહેબ વહેલા નીકળી ગયા હતા. જ્યારે મેડિકલ સ્ટોરના માલિક રાજેશભાઇને પણ બહાર જવાનું હોવાથી તેઓને રુપિયા આપી શકી નહતી.
Reporter: admin