News Portal...

Breaking News :

બિહારમાં છ નગરપાલિકાની ચૂંટણીમાં પહેલી જ વખત એપ દ્વારા ઇ-વોટિંગનો પ્રયોગ

2025-06-29 10:50:27
બિહારમાં છ નગરપાલિકાની ચૂંટણીમાં પહેલી જ વખત એપ દ્વારા ઇ-વોટિંગનો પ્રયોગ


પટના : બિહારે ભારતની ચૂંટણીમાં નવા યુગની શરુઆત કરી શકે છે. આ નવી શરૂઆત ઇ-વોટિંગની છે. 


બિહારમાં છ નગરપાલિકાની ચૂંટણીમાં પહેલી જ વખત ઇલેક્ટ્રોનિક વોટિંગ એટલે કે ઇ-વોટિંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ છે અને જો તેમા સફળતા મળે તો આગામી ચૂંટણીઓમાં તેનો ઉપયોગ સફળતાપૂર્વક કરવામાં આવી શકે છે. ઇલેક્ટ્રોનિક વોટિંગમાં મોબાઇલથી અને કમ્પ્યુટરથી મતદાન કરવા મંજૂરી મળી છે. આ મંજૂરી હાલમાં સગર્ભા સ્ત્રીઓ, બીમાર મહિલાઓ, વૃદ્ધો, બીજા રાજ્યોમાં વસતા લોકોને આપવામાં આવી છે. આ બધા લોકો મોબાઇલથી કે વેબસાઇટ પર જઈ વોટિંગ કરી શકાય છે. 


આ સિવાય ભવિષ્યમાં આ પ્રકારની છૂટ બાંધકામની સાઇટ પર કામ કરતાં મજૂરો, દૈનિક રોજમદારો, ખેતમજૂરો, જંગલોમાં કે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં રહેતાં લોકોને આપી શકાય છે.  ઇ-વોટિંગ પ્રણાલિમાં 51 હજારથી વધુ મતદારોએ સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ અને ચૂંટણીના દિવસે છ કલાકના આપવામાં સમયગાળામાં 40280 મતદારોએ વોટિંગ કર્યુ હતુ. આમ ઇ-વોટિંગની ટકાવારી કુલ રજિસ્ટર્ડ ઇ-વોટરમાં 70 ટકા રહી હતી. દેશનું સૌથી પહેલું ઇ-વોટિંગ વિભાકુમારી નામની મહિલાએ કર્યુ હતુ. વિભાકુમારી દેશની સૌપ્રથમ ઇ-વોટર બની હતી. તે પૂર્વીચંપારણ જિલ્લાના પકડીયાલના વોર્ડ નંબર-8ની રહેવાસી છે. જ્યારે પૂર્વી ચંપારણનો જ મુન્નાકુમાર ઇ-વોટર બનનાર દેશનો પ્રથમ પુરુષ મતદાતા છે. તેણે એપ દ્વારા વોટિંગ કર્યુ હતું.

Reporter: admin

Related Post