વડોદરા : ભીમ આર્મી ગ્રુપ દ્વારા શહેર નજીક પાદરા તાલુકાના ભોજ ગામે આવવા જવાનો રસ્તો બે મહિનાથી બંધ કરવા સહિત પાણી બંધ કરવાના મુદ્દે ખેડૂતોની રેલી યોજાઈ હતી. કલેક્ટર કચેરીએ ખેડૂતોએ ઉપવાસ આંદોલન અને ધરણા પ્રદર્શનો અચોક્કસ મુદ્દત માટે આજથી શરૂ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે શહેર નજીકના પાદરા તાલુકામાં આવેલા ભોજ ગામનો આવવા-જવાનો રસ્તો છેલ્લા બે મહિનાથી બંધ કરી દેવાતા ખેડૂતો હેરાન પરેશા થઈ રહ્યા છે.ખેડૂતોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. યોગ્ય રીતે વાવણી પણ નહી કરી શક્તા પોતાના પાકને પણ નૂકસાન થઈ રહ્યું છે.. પરિણામે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. આ અંગે ભીમ ગ્રુપ દ્વારા આજે ભોજ ગામ સહિત તાલુકાના અન્ય ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેનરો અને પ્લે કાર્ડ સહિત ભારે સુત્રોચ્ચાર સાથે નિકળેલી ખેડૂતોની રેલી ડો. બાબા સાહેબ આંબેડકર સર્કલથી ચકલી સર્કલ, મલ્હાર સર્કલના યોગા સર્કલ થઈને કલેક્ટર કચેરી સુધી બેનરો સહિત પ્લેકાર્ડ તથા ભારે સુત્રોચ્ચાર સાથે ખેડૂતા અને પરિવારની મહિલાઓ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. ક્લેક્ટર કચેરીએ રેલી પહોંચતા જ ખેડૂતોના પ્રશ્ને અગ્રણીઓ દ્વારા કચેરીએ રજૂઆત કરવામાં આવી. ત્યારબાદ ક્લેક્ટર કચેરી ખાતે ખેડૂતો દ્વારા ધરણા પ્રદર્શન પણ યોજવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તેવી ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી હતી.




Reporter: admin