અચારી ભાખરી બનાવવા માટેની સામગ્રીમાં એક કપ ઘઉંનો જાડો લોટ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, એક ચમચી અથાણાંનો મસાલો જરૂરી છે.
એક વાસણમાં ઘઉંનો લોટ લઇ મીઠુ, તેલ અને અથાણાંનો મસાલો ઉમેરી કઠણ લોટ બાંધવો. આ લોટ દસ મિનિટ સુધી રેસ્ટ આપવો. ત્યારબાદ તેના લુઆ કરી વણી તાવડી પર સેકી લેવી. બને બાજુ બરોબર સેકાય જાય એટલે ઉતારી લઇ વારાફરતી ભાખરી બનાવી પીરસી લેવી.
Reporter: admin