News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર :ગળ્યું ખાવા પછી પણ ડાયાબિટીસ નહીં થાય એ માટેના ઉપાય.

2025-02-03 15:29:54
આયુર્વેદિક ઉપચાર :ગળ્યું ખાવા પછી પણ ડાયાબિટીસ નહીં થાય એ માટેના ઉપાય.


મિત્રો મિસરી નું સેવન કરવાથી શરીરમાં નુકસાન થતું નથી. મિસરી બનતા પહેલા તેમાંથી ઝેરી પદાર્થનો નિકાલ કરવામાં આવે છે. પરિણામે તે સ્વાદમાં મીઠાશ આપવા ઉપરાંત એક આયુર્વેદિક ઔષધી જેવું કામ કરે છે. 


મિસરીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને ફાઇબર રહેલુ હોય છે. જે શરીરને નુકસાન ને બદલે ખૂબ જ મોટો ફાયદો કરે છે.મિસરી બનાવતા પહેલા શેરડીના રસને ગરમ કરીને લગભગ ત્રણ દિવસ સુધી હલાવવામાં આવે છે. ત્યારબાદ તેને મોટી કુંડી માં ફેરવીને પાણી અને દૂધ ની મદદથી સાફ કરવામાં આવે છે. જે સુકાઈને સફેદ થઈ જાય છે. મિસરી ને ગરમ પાણીમાં ઓગાળીને જુદા જુદા આકારમાં તૈયાર કરવામાં આવે છે.મિસરી બનાવવા માટે કોઈ મોટી ફેક્ટરી કે મશીન ની જરૂર પડતી નથી. તેથી મિસરી ખાંડ ના ભાવે જ બજારમાં મળી જાય છે. મિત્રો અમુક તજજ્ઞો નું કહેવું છે કે ખાંડ શરીરને કેફી પદાર્થ જેટલું જ નુકસાન પહોંચાડે છે.


કોકોનટ સુગર બનાવવા માટે મીઠું પાણી એકઠું કરવામાં આવે છે. અને તેને ઉકાળીને જમાવવામાં આવે છે. કોકોનટ શુગર પણ મિશ્રી ની જેમ સંપૂર્ણ રિફાઈન્ડ કર્યા વગર જ બનાવવામાં આવે છે. આથી તેમાં કુદરતી તત્વો જળવાઈ રહે છે.અને કોઈપણ જાતની આડઅસર કર્યા વગર આસાનીથી પચી જાય છે. લોકોને સુગરમાં પોટેશિયમ, ઝીંક, કેલ્શિયમનું પ્રમાણ મોટા પ્રમાણમાં હોવાથી રોગો સામે રક્ષણ આપે છે. ખાંડ બનાવવા માટે એવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.તેને સંપૂર્ણપણે બચાવવા માનવ શરીર માટે અશક્ય છે. તેથી ખાંડ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. ખાંડની જગ્યાએ બીજી વસ્તુ વપરાય છે તે છે ડેટ સુગર. એટલે કે ખજૂર માંથી બનતી સાકર.ડેટ સુગર ની મદદથી અનેક પ્રકારની મીઠાઈઓ પણ બનાવી શકાય છે અને તે સ્વાદમાં ખૂબ જ મીઠી લાગે છે અને સાથે જ સ્વાસ્થ્યને લગતી પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

Reporter: admin

Related Post